સુરતનો જય સિંહ બોલિવૂડની ફિલ્મમાં ચમકશે.

Surat's Jai Singh will star in a Bollywood film.

326
TrishulNews.com

વિવિધ ક્ષેત્રોમાં સુરતને ઓળખ અપાવનાર યુવાનોમાં હવે સુરતના જયસિંહ નું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં રિલીઝ થનારી બોલીવુડની ફિલ્મ બાગપત કા દુલ્હા ના જય લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મના કો-પ્રોડ્યુસર સુરતના એક કાપડ વેપારી છે. તેમણે પણ આ ફિલ્મ તરફથી બોલિવૂડમાં પગલાં રાખ્યા છે.

ગુરુવારે ફિલ્મના પોસ્ટર લોન્ચિંગ કાર્યક્રમમાં ફિલ્મના ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ હાજર હતા. જય જણાવ્યું કે તેઓ વેસુ વિસ્તારમાં જિમ ચલાવે છે. સાથે જ તેમણે અભિનય કરવાનું પણ પસંદ છે.એટલા માટે તેઓ વર્ષ 2009થી બોલિવૂડમાં જવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા જે આખરે પૂરો થયો. જય ડાયરેક્ટર કરણ કશ્યપની ફિલ્મ ભાગવત કા દુલ્હા માં તેને મુખ્ય અભિનેતા તરીકે લેવામાં આવ્યો.

આ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે જે સપ્ટેમ્બરના અંત સુધીમાં રિલીઝ થશે. મૂળ ઝારખંડ હજારીબાગ અને સુરતમાં કપડાં વ્યવસાયથી જોડાયેલા કૃષ્ણકુમાર ભૂત એ પણ આ ફિલ્મ તરફથી બોલિવૂડમાં પગલાં ભર્યા છે. તેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનેત્રી રુચિ સિંઘ સાથે રજા મુરાદ, ગિરીશ થાપર, અમિતા નાગ્યા, પુનિત વશિષ્ઠ વગેરે કલાકારો અભિનય કરી રહ્યા છે.

Loading...

Loading...