લોકોથી ભરેલા શાક માર્કેટમાં ઘુસી ગયું બેકાબુ ટેન્કર- પાંચ લોકોને કચડ્યા, જુઓ દર્દનાક ઘટનાનો LIVE વિડીયો

Published on: 12:12 pm, Thu, 16 June 22

પાણીના ટેન્કરે (Water tanker) 5 લોકોને કચડી નાખ્યા છે. આ દર્દનાક અકસ્માતના સીસીટીવી (Accident CCTV) પણ સામે આવ્યા છે. વાસ્તવમાં, દિલ્હીના બદરપુર (Badarpur Delhi) વિસ્તારનો આ સીસીટીવી 14 જૂન એટલે કે બુધવાર સાંજનો છે, જ્યાં સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઝડપથી આવી રહેલા પાણીના ટેન્કરે શાકભાજી વેચનારા અને ખરીદી કરતા લોકોને કચડી નાખ્યા હતા.

આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આઈપીસીની કલમ 279, 337 હેઠળ કેસ નોંધીને આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને લાગે છે કે ટેન્કરની સ્પીડ વધુ હતી અને તેને કાબૂમાં લેવા માટે બ્રેક લગાવવામાં આવી ત્યારે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે સાંજે બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટેન્કર માર્કેટ વિસ્તારમાં ઘૂસતું જોવા મળે છે. આ પછી, તે લોકોને કચડી આગળ વધે છે અને એક જગ્યાએ અટકી જાય છે. આ દરમિયાન ટેન્કરે માર્કેટમાં હાજર શાકભાજીના સ્ટોલને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

કેટલાક લોકો પોતાની જાતને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ આ દર્દનાક અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.