ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મોટી સફળતા: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં “હિઝબુલ મુજાહિદ્દીન”ના કમાન્ડર સહિત 3 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં સેના અને પોલીસને સતત સફળતા મળી રહી છે. સોમવારે અનંતનાગ જિલ્લાના ખુલ્ચોહર વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાન્ડર અને હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર અને મસુદ શામેલ છે. ડીજીપીએ કહ્યું કે, જમ્મુ ઝોનનો ડુડા જીલ્લો ફરી એકવાર આતંકવાદ મુક્ત બન્યો છે.

મસૂદ ડોડા જિલ્લાનો છેલ્લો આતંકવાદી હતો. તે ડોડામાં બળાત્કારના કેસમાં સંડોવાયેલો હતો. તે ઘટના બાદ તે છટકી ગયો હતો. બાદમાં હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો અને કાશ્મીરથી આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો. ખુલ્ચોહર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની એકે-47 રાઇફલ અને 2 પિસ્તોલ પણ મળી આવી છે. રવિવારે રાત્રે 11 વાગ્યે સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. સોમવારે સવારે 4 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જુનના રોજ 13 મુઠભેડમાં 41 આતંકવાદી ઠાર માર્યા છે.

આ ઘાટીમાં આ ત્રણ આતંકવાદીના મોત સાથે અત્યાર સુધી આતંકવાદીઓની સત્તાવાર સંખ્યા 116 થઇ ગઇ છે, જેમાં અત્યાર સુધી તમામ વિભિન્ન આતંકવાદી સંગઠનોના 7 ઓપરેશન કમાંડર સામેલ છે. ફક્ત જૂન 13મી મુઠભેડ છે જેમાં સુરક્ષાબળોએ ઘાટીમાં 40થી વધુ આતંકવાદીને ઠાર માર્યા છે.

29 દિવસોમાં 17 એન્કાઉન્ટર, 49 આતંકવાદીઓ માર્યા ગયા

હિજબુલ મુજાહિદ્દીન સુરક્ષાબળોનું મુખ્ય નિશાના પર છે. તમામ આતંકવાદી સંગઠનોમાં તેના સૌથી વધુ આતંકવાદી માર્યા ગયા છે. તેમાં ટોચના કમાંડરોમાં ઓપરેશનલ કમાંડર રિયાઝ નાયકૂ પણ સામેલ છે. તાજેતરમાં પોલીસે દાવો કર્યો હતો હતો કે ત્રાલનો વિસ્તાર હવે હિજ્બ મુક્ત થઇ ગયો છે જે 1989થી હિજ્બુલ મુજાહિદ્દીનનું કેન્દ્ર બની ગયો હતો. આ પહેલા 26 જૂને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને પથ્થરમારો કર્યો હતો. આ મહિને 17 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 49 આતંકવાદીઓ માર્યા ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: