ગુજરાત: લાખોના ખર્ચે બનાવવામાં આવેલો પુલ ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો -જુઓ લાઇવ દ્રશ્યો

રાજ્યમાં અવાર-નવાર પુલમાં ખાડા પડતા હોવાની ઘટના સામે આવતી રહી છે. જોકે, મોટા ભાગે આવી ઘટનાઓમાં સરકારી કર્મચારીઓનો ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે. સમગ્ર રાજ્યમાં…

રાજ્યમાં અવાર-નવાર પુલમાં ખાડા પડતા હોવાની ઘટના સામે આવતી રહી છે. જોકે, મોટા ભાગે આવી ઘટનાઓમાં સરકારી કર્મચારીઓનો ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે. સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ થતાં જ તમામ નદીઓમાં નવાં નીરનું આગમન થયું છે. આની સાથે જ ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. અતિભારે વરસાદને કારણે હાઈવે તથા રસ્તાઓ પર મસમોટાં ખાડા પડી જવાથી તંત્રની પોલ ખુલી છે.

રસ્તામાં પડેલ ખાડાને કારણે ઘણીવાર અકસ્માત સર્જાયા હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. આવા અકસ્માતમાં લાખો વ્યક્તિઓ પોતાના જીવ પણ ગુમાતા હોય છે. અને વળી અમુક વખત તો પુલ આખો જ ધરાશયી થઈ જતો હોય છે. અવાર-નવાર આવી ઘટનાઓ સામે આવતી રહી છે.

જામનગરના જોડિયાના રણજીતપર ગામે બનાવેલો કોઝ વે ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો. ભારે વરસાદને લીધે આજી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેને પગલે ૫૪ લાખના ખર્ચે બનાવેલો કોઝ વે ગણતરીની મીનીટોમાં જ ધોવાઇને તૂટી પડ્યો હતો.ગામલોકોને નદીના સામા કાંઠે જવા આશરે ૫૪ લાખના ખર્ચે કોઝ વે બનાવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલા સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે કોરોના મહામારીને લીધે પુલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું ન હોતું.જોકે, ઉદ્ઘાટન થાય તે પહેલા જ વરસાદને લીધે કોઝ વે કકડભૂસ થઇ ગયો જેના લીધે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો.જેને લીધે ખેડૂતોએ તંત્ર સામે આક્ષેપ કર્યા હતા કે આ કોઝ વે બનાવવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેથી કોઝ વે શરુ થાય તે પહેલા જ તૂટી પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *