ફોટોગ્રાફી કરવી યુવકને પડી ભારે, રેલ્વેટ્રેક પર અચાનક જ આવી ગઈ ટ્રેન અને… -જુઓ દિલધડક વિડીયો

આજકાલ યુવાનોમાં ફોટોગ્રાફીનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. યુવાનો હવે ફોટોગ્રાફી માટે અવનવી કરતૂતો કરતા હોય છે. પરંતુ આ કરતબો ક્યારેક ભારે પણ પડી…

આજકાલ યુવાનોમાં ફોટોગ્રાફીનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. યુવાનો હવે ફોટોગ્રાફી માટે અવનવી કરતૂતો કરતા હોય છે. પરંતુ આ કરતબો ક્યારેક ભારે પણ પડી શકે છે. આવું જ કંઈક જામનગરમાં બન્યું હતું. જ્યાં યુવાન રેલવે ટ્રેક ઉપર પોતાની એકટીવા ગાડી સાથે ફોટોગ્રાફી કરવા માટે ગયો હતો. જોકે, રેલવે ટ્રેક ઉપર ફોટોગ્રાફી કરવી યુવકને ભારે પડી ગઈ હતી.

જાણવા મળ્યું છે કે, ફોટોગ્રાફી કરતા સમયે અચાનક ટ્રેન આવી ગઈ હતી. અને એક્ટીવાને અડફેટે લીધું હતું. એક તરફ ટ્રેન પણ ફુલ સ્પીડમાં આવતી હતી. ત્યારે જ એક યુવક પોતાની ટુ-વ્હીલર લઈને ત્યાં રેલવે ટ્રેક પર હતો અને બીજી તરફથી માલગાડી આવી પહોંચી હતી. ક્યારે યુવકને ભાગવું ભારે પડયું હતું. પરંતુ, તેમની GJ-10-CL-9297 નંબરની એક્ટિવા ગાડી ટ્રેનની હડફેટે ચડી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાલ સૌરાષ્ટ્રમાં જામનગર સહિત જુદા-જુદા રેલવે લાઈન પર હાલ રેલવેનો લેવલ ક્રોસિંગ અવેરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જેથી ડ્રાઇવર અને ગાર્ડ પણ એલર્ટ હતા. જેથી રેલવે ટ્રેક પર આ સમગ્ર ઘટનાને લઇને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક મારવામાં આવી હતી. જેને લઇને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનામાં એકટીવા ગાડીમાં ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવાને ગાડી સાથે રેલવે ટ્રેક પર ફોટો પાડવા ગયો હતો અને જોતજોતામાં જ રેલવે ટ્રેક પર અચાનક જ ટ્રેન આવતા ભાગવું પણ ભારે થઈ પડયું હતું. યુવક દ્વારા હાથ ઊંચો કરી ટ્રેન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, ટ્રેન આગળ ધસી આવતા અંતિમક્ષણોમાં યુવક ટ્રેકની બાજુમાં કૂદકો મારીને દુર જતો રહ્યો હતો. જેના કારણે તેનો બચાવ થયો હતો. તો બીજી તરફ મોટર સાયકલ ટ્રેન હેઠળ આવી જતા ભુક્કા નીકળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *