ગાંધીનું ગુજરાત ઉંધા રવાડે: અહિયાં પકડાયો કોથળા ભરી ભરીને ગાંજો- ક્યાંથી આવે છે આટલો વિશાળ જથ્થો

જામનગર(ગુજરાત): ચોક્કસ માહિતીના આધારે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધ્રોલના વાંકિયા પાસેથી ગાંજાના જથ્થા સાથે 4 વ્યક્તિઓની ધડપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 36 કિલો 900 ગ્રામ…

જામનગર(ગુજરાત): ચોક્કસ માહિતીના આધારે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધ્રોલના વાંકિયા પાસેથી ગાંજાના જથ્થા સાથે 4 વ્યક્તિઓની ધડપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 36 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે.

જામનગર એસઓજી પોલીસે આજે સવારે રાજકોટ હાઇવે પર ઓપરેશન કર્યું હતું. જેમાં વાંકિયા ગામના પાટીયા પાસેથી પસાર થતા એક ટ્રક અને એક ઇકો કારની તપાસ કરવામાં આવી હતી. જેમાં 36 કિલો 900 ગ્રામ ગાંજા સાથે 4 વ્યક્તિઓની ધડપકડ કરવામાં આવી હતી. પોલીસે રૂપિયા 3.69 લાખનો જથ્થો જપ્ત કરી અને ટ્રક અને અલ્ટો કાર સહીત કુલ 23.80 લાખના માલ સાથે 4 વ્યક્તિઓની ધડપકડ કરી હતી.

પોલીસને માહિતી મળી હતી કે, ટ્રકમાં પ્લાયવુડના જથ્થાની આડમાં ગાંજાનો વિશાળ જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. ત્યારે ગઇકાલે સાંજે પોલીસે અન્ય સરકારી પંચોને સાથે રાખી ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે રોડ પર આવેલ શેખ સુલેમાન પીરની દરગાહની નજીક વોચ ગોઠવી હતી.

એક સફેદ કલરની કાર અને ટ્રક આ સ્થળ પર સાંજે 6 વાગ્યાની આસપાસ આવી પહોંચ્યા હતા. જેમાંથી અલ્ટો કારમાંથી ઉતરેલા 2 વ્યક્તિ અને ટ્રકમાંથી ઉતરેલા 2 મળીને 4 વ્યક્તિ સાથે વાર્તાલાપ કર્યો હતો. આરોપી પૈકીના એક શખ્સે ટ્રકની કેબીનમાંથી સફેદ કલરની પ્લાસ્ટીકના બાચકાને કાઢી કારમાં આવેલા શખ્સોને આપ્યું હતું. તે સમયે એસઓજી પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસે અનિરૂધ્ધસિંહ, કલીનર જેમ્સ તેમજ કારમાં આવેલા શાહરૂખ ઉર્ફે ભુરો સફીભાઇ હાસમાણી અને જાવીદ કાસમભાઇ જામને ધડપકડકરવામાં આવી હતી. પોલીસે કારની તલાશી લેતા અંદરથી સુપરનું બાચકુ મળી આવ્યું હતું. જયારે ટ્રકની તલાશી લેતા પ્લાયવુડના જથ્થા નીચેથી અન્ય એક બાચકુ મળી આવ્યું હતું. પોલીસે પંચોની હાજરીમાં માલનો વજન કરતા બન્ને બાચકાનો જથ્થો 27 કિલો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ 4 વ્યક્તિઓની પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં ધ્રોલના ત્રિકોણ બાગ નજીક રહેતા શાહરૂખ હાસમાણીએ પોતાના ઘરે વધુ જથ્થો સંતાળ્યો હોવાની વિગતો મળી છે. ત્યારે પોલીસે તરત આરોપીના ઘરની તલાશી લીધી હતી. જેમાં એક પ્લાસ્ટીકની બેગ મળી હતી. જેમાંથી 9 કિલો 900 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ 36 કિલો 900 ગ્રામનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે 3,69,000 રૂપિયાનો ગાંજાનો જથ્થો જપ્ત કરી તેમજ કાર અને ટ્રક સહિત કુલ 23.87 લાખ રૂપિયાનો માલ કબ્જે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *