વિકી કૌશલ-કૈટરીના બાદ બોલીવુડની આ હીટ જોડી પાડશે પ્રભુતામાં પગલા, ખુબ જલ્દી કરવા જઈ રહ્યા છે લગ્ન

Published on: 4:48 pm, Wed, 27 October 21

હજુ આજ જ એવા સમાચાર (News) સામે આવ્યા છે કે, બોલીવુડ (Bollywood) નાં પ્રખ્યાત અભિનેતા વિકી કૌશલ (Famous actor Vicky Kaushal) તથા જાણીતી તથા ખુબસુંદર અભિનેત્રી કૈટરીના કેફ (Actress Katrina Kaif) ખુબ જલ્દીથી જ પ્રભુતામાં પગલા પાડીને લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સમયે આવા જ અન્ય એક સમાચાર સામે આવ્યા છે.

આવા સમયે બોલિવૂડના લવ બર્ડર્સને લઈ ચર્ચાઓએ ખુબ જોર પકડયુ છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ તથા વિક્કી કૌશલના લગ્ન બાદ હિટ જોડી આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરના લગ્નની ખબરોએ ફરી એકવખત ચર્ચાઓ જગાવી છે. આ બંનેના લગ્નને લઈ એવી જાણકારી મળી રહી છે કે, તેમના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ રહ્યા છે..

નીતૂ કપૂર ટૂંક જ સમયમાં પોતાના ઘરમાં દુલ્હન તરીકે આલિયા ભટ્ટને લાવવા જઈ રહ્યા છે. આ સમાચાર સામે આવતા જ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થયા છે. ગત વર્ષે પણ આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરના લગ્નની ખબરો વહેતી થઈ હતી, એવું માનવામાં આવ્યુ હતું કે, કોરોનાએ લીધે તેમને આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.

એનિમલના શૂટીંગને કર્યું પોસ્ટપોન:
આલિયા તથા રણબીર ખુબ જ લાંબી રાહ જોયા પછી ડિસેમ્બર માસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, બ્રહ્માસ્ત્ર પછી રણબીર કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ એનિમલનું શૂટીંગ શરૂ કરવા કરવાના હતા. જયારે તેમણે શિડ્યૂલ જાન્યુઆરી વર્ષ 2022 સુધી પોસ્ટપોન કરી દીધી છે. આ ફિલ્મમાં રણબીર સાથે પરિણિતી ચોપડા, અનિલ કપૂર, બોબી દેઓલ ભૂમિકા નિભાવતા જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.