માતાજીના દર્શને જઈ રહેલા યુવકને કાળ બનેલા ડમ્પરે કચડી નાખ્યો- જાણો જસદણની રુવાડા બેઠા કરી દેતી ઘટના

જસદણ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર વીંછિયા તાલુકાના થોરીયાળી(Thoriyali) ગામે આવેલી પોલીસ ચેકપોસ્ટ સામે વીંછિયા સાઈડથી માતેલા સાંઢની માફક ધસી આવેલા રેતી ભરેલા…

જસદણ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર વીંછિયા તાલુકાના થોરીયાળી(Thoriyali) ગામે આવેલી પોલીસ ચેકપોસ્ટ સામે વીંછિયા સાઈડથી માતેલા સાંઢની માફક ધસી આવેલા રેતી ભરેલા ડમ્પર(Dumper)ના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા યુવાનને અડફેટે લઈ કચડી નાંખતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અકસ્માતના બનાવમાં વીંછિયા પોલીસ મથકનો કાફલો સમયસર ઘટનાસ્થળે ન પહોંચતા યુવાનનો મૃતદેહ અડધો કલાક સુધી રોડ પર રઝળતો રહ્યો હતો. જોકે, ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવતા યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે વીંછિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. આ અકસ્માતના બનાવમાં ડમ્પરનો ચાલક અકસ્માત સર્જી નાસી છૂટતા યુવકને વીંછિયા પોલીસ દ્વારા પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, વીંછિયા તાલુકાના પીપરડી ગામે રહેતો ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો લાલજીભાઈ નીકુલભાઈ તલાવડીયા નામનો યુવાન શનિવારે સવારે પોતાનું બાઈક લઈને એકલો માતાજીના દર્શને જવા નીકળ્યો હતો. પરંતુ, થોરીયાળી ગામે આવેલ પોલીસ ચેકપોસ્ટ નજીક પોતાનું બાઈક ઉભું રાખી રોડની સાઈડમાં ઉભો રહ્યો હતો. આ દરમિયાન, અચાનક વીંછિયા સાઈડથી રેતી ભરીને પુરપાટ આવતા રવિરાજ એન્ટરપ્રાઈઝ લખેલા ડમ્પર નં.GJ-13AW-4949નાં ચાલકે તેને કચડી નાંખતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ડમ્પરનો ચાલક રેતી ભરેલું ડમ્પર રેઢું મૂકી ફરાર થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને આ ઘટના અંગે તાત્કાલિક વીંછિયા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. અડધો કલાક સુધી વીંછિયા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે ન આવતા યુવાનનો મૃતદેહ રઝળતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ વીંછિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતકની લાશનો કબજો લઈ વીંછિયા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેના 6 વર્ષ પહેલા બોટાદના સરવા ગામે લગ્ન થયા હતા તેમજ તેને સંતાનમાં બે દીકરા પણ છે. પરંતુ, આ અકસ્માતમાં યુવાનનું મોત થતા બન્ને દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બે સંતાનોનો પિતા માતાજીના દર્શન કરવા માટે જાઉં છું તેમ કહીને ઘરેથી નિકળ્યો હતો. આ દરમિયાન, તેને પણ ક્યાં ખબર હતી કે કાળ તેને ક્યાં લઇ જવા માગે છે અને તે દર્શનને બદલે ભગવાનના ધામમાં પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *