જસદણ પેટા ચૂંટણી/ પેરાલિસીસથી પીડિત યુવાન, વિકલાંગો અને શતાયુ મતદારોએ મતદાન કર્યું

જસદણ પેટા ચૂંટણીમાં યુવાનોથી લઇ શતાયુ સુધીના મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પેરાલિસીસથી પીડિત યુવાન રોહિત રાજપરા નામના યુવાને પણ મતદાન…

જસદણ પેટા ચૂંટણીમાં યુવાનોથી લઇ શતાયુ સુધીના મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પેરાલિસીસથી પીડિત યુવાન રોહિત રાજપરા નામના યુવાને પણ મતદાન કર્યું હતું. તેમજ જસદણના 105 વર્ષના માજી કેસરબેન છગનભાઇ વાઘેલાએ મતદાન કર્યું હતું.

વિકલાંગો માટે અલગ જ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઇ ઘોડીના સહારે તો લાકડીના ટેકે મતદાન કરવા આવી રહ્યા છે. વિકલાંગોને લેવા-મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આદર્શ મહિલા મતદાન મથકને દુલ્હનની જેમ શણગારાયું છે

જસદણની ડી.એસ.વી.કે. હાઇસ્કૂલમાં સૌપ્રથમ વખત મહિલા મતદાન કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. જેનું નામ આદર્શ મહિલા મતદાન મથક રાખવામાં આવ્યું છે. જેને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

સૌથી મોટી ઉંમરના 112 વર્ષના રાણીબેને મતદાન કર્યું

જસદણના જંગવડ ગામે રહેતા 112 વર્ષના રાણીબેન હરજીભાઇ દુધાતે ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરી લોકશાહીના પર્વને વધાવ્યું હતું. રાણીબેનને મતદાન કરાવવા વ્યવસ્થા કરવામાં આવી હતી. રાણીબેને પાંચ પેઢી જોઇ છે. રાણીબેન પોતાનું કામ આજે પણ હોંશભેર કરે છે. રાણીબેનનું સ્વાસ્થ્ય આજે પણ યુવાનોને શરમાવે તેવું છે. પોતે દોડીને પોતાનું કામ કરે છે. રાણીબેનને આ ઉંમરે નવો દાંત ફુટ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *