રાજસ્થાનમાં અનામત આંદોલન ભભૂક્યું: કોંગ્રેસ ટેંશનમાં

Published on Trishul News at 10:14 AM, Tue, 1 January 2019

Last modified on January 1st, 2019 at 10:14 AM

ગુજરાતમાં અનામત આંદોલનની જ્વાળાઓ હજી શમી નથી ત્યાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની નવી સરકાર બનતાની સાથે જ અનામતનુ ભૂત ફરી વખત ધુણ્યું છે. માંડ 15 દિવસ સત્તામાં આવ્યાને થયા છે ત્યાં ગહેલોત સરકારને જાટ સમાજે મૂંઝવણમાં મૂકી દીધી છે.

ગુર્જરોએ ગહેલોત સરકાર પર પાંચ ટકા અનામત માટે દબાણ કરવા માંડ્યુ છે. સમુદાયનુ કહેવુ છે કે જો લોકસભા ચૂંટણી પહેલા સરકાર અનામતની માંગણી મંજૂર નહી કરે તો કોંગ્રેસને ગુર્જરો સમર્થન નહી આપે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુર્જર, રાયકા, બંજારા અને ગાડિયા જેવા સમુદાયોને પાંચ ટકા અનામત આપવાનુ વચન આપ્યુ હતુ.ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના સંયોજક કિરોડી સિંહ બૈસલાએ કહ્યુ હતુ કે કોંગ્રેસે અમને પાંચ ટકા અનામતનો વાયદો આપ્યો છે પણ તે અમને લોકસભા પહેલા મળવી જોઈએ.

જોકે સંગઠનના મહાસચિવ શૈલેન્દ્ર સિંહે કહ્યુ હતુ કે આ અનામત અમને હાલમાં જે 50 ટકા અનામત લાગુ છે તેની અંદર રહીને આપવામાં આવે. કારણકે ભૂતકાળમાં 50 ટકા સીવાય ગુર્જરોને પાંચ ટકા અનામત આપવાના પ્રયાસોને અદાલતે રોકી લીધા છે.

Be the first to comment on "રાજસ્થાનમાં અનામત આંદોલન ભભૂક્યું: કોંગ્રેસ ટેંશનમાં"

Leave a comment

Your email address will not be published.


*