જયંતિ ભાનુશાળીની અમદાવાદમાં નરોડા સ્થિત નિવાસેથી અંતિમયાત્રા

Published on Trishul News at 5:46 AM, Wed, 9 January 2019

Last modified on January 9th, 2019 at 5:46 AM

પ્રધાનમંત્રી નરેંદ્ન મોદીના ખાસ અને  BJP અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેન એ 2 ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મોરબી અને માળિયા વચ્ચે ટ્રેનમાં ગોળી મારવામાં આવી. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેનમાં ઘૂસી ગોળી મારી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા.

FSL ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરીને તેમના મૃતદેહને નરોડા સ્થિત લઈ જવાયો હતો. આજે તેમની અંતિમયાત્રા નીકળશે. ત્યારે આજે કેબિનેટની બેઠકમાં હત્યાની ચર્ચા થશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RC ફળદુએ અંતિમ દર્શન કર્યા

સિવિલ હોસ્પિટલથી ભાનુશાળીના મૃતદેહને તેમના નિવાસે લઈ જવાતા ભાજપમાંથી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આર સી ફળદુ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી

કેબિનેટમાં ચર્ચા થશે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. તેમાં કચ્છના કદાવર નેતાની હત્યાની ચર્ચા થશે.

કોણ છે શંકાના દાયરામાં…

જયંતી ભાનુશાળી પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ હતા. અને તેમના પર ગયા વર્ષે સુરતની એક યુવતી દ્વારા બળાત્કારના સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. અને થોડા સમય બાદ તેમના વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે. છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યો છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યો છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા. આવું થઈ જશે તેની ખબર ન હતી એટલે તેઓ બિન્દાસ ફરતા હતા.

જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે મારા ભાઈની રાજકીય હત્યા કરવામાં આવી છે. મારા ભાઈને પહેલા બે વખત છોકરીઓને કેસમાં ફસાવ્યા છે. એમાં સફળ ન રહેતા બીજા બે-ત્રણ કાવતરાં કર્યા હતા. તે કહેતો હતો કે હું રાજકારણમાંથી જયંતિ ભાનુશાલીનો ‘ર’ જ કાઢી નાખીશ. છબિલ પટેલે પોતાના સાગરીતો રાખ્યા છે. તેમણે અમારી સાથે કહેવા પૂરતું સમાધાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું જયંતિભાઈને મૂકીશ નહીં. તેમણે માણસો રાખીને હત્યા કરાવી છે. હજી અમારા ઘર પર ફાયરિંગ કરશે તેવો અમને ડર છે.

મારા ભાઈનો કોઈ દુશ્મન નથી. મારા ભાઈ એચ-1માં હતા, તો પણ કેવી રીતે હત્યા થઈ. મારા ભાઈની રાજકીય હત્યા છે. મારા ભાઈ ઊંઘમાં હતા ત્યારે ફાયરિંગ કર્યું હતું. તેઓ અમદાવાદ આવી રહ્યા હતા. ટ્રેનમાં છબીલના માણસો પાછળ હતા. પોલીસ કંઈ નહીં કરે તો અમારા ઘર પર જોખમ છે. અમારું ખાનદાન ખતમ કરવા તે બેઠો છે. તેમને કોઈ સજા નહીં થાય તો અમને જે પણ થશે તેની જવાબદારી પોલીસની રહેશે.

Be the first to comment on "જયંતિ ભાનુશાળીની અમદાવાદમાં નરોડા સ્થિત નિવાસેથી અંતિમયાત્રા"

Leave a comment

Your email address will not be published.


*