ગુજરાતીઓને સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ આપતા આરોગ્ય સચિવે ગુજરાતની અસ્મિતા પર લગાવ્યો ધબ્બો

રોજ ગુજરાત સરકાર દ્વારા થતી કોરોના વાયરસ અંગેની કામગીરી ની સુચના આપતા આરોગ્ય સચિવ જયંતિ રવિ વિવાદમાં આવ્યા છે રોજેરોજ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં લોકોને સોશિયલ…

રોજ ગુજરાત સરકાર દ્વારા થતી કોરોના વાયરસ અંગેની કામગીરી ની સુચના આપતા આરોગ્ય સચિવ જયંતિ રવિ વિવાદમાં આવ્યા છે રોજેરોજ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના થી બચવાના ઉપાયો અને સુફિયાણી સલાહ આપતા આરોગ્ય સચિવ સુરતમાં પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવેલી હોસ્પિટલની રીબીન કાપવામાં સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલી જઈને પ્રસિદ્ધિ કરવાનું ચૂક્યા ન હતા.

પ્રધાનમંત્રી મોદી સતત લોકોને બે ગજ ની દુરું બનાવી રાખવાનું કહે છે. જ્યારે અહીં જયંતિ રવિ સાથે રહેલા ભાજપના હોદ્દેદાર અને નેતાઓએ સોશિયલ ડિસ્ટનસિંગ ના લીરેલીરા ઉડાવ્યા હતા. પ્રજાને નિયમો શીખવનાર નેતા અધિકારીઓ જ હવે આવી રીતે નિયમો નું ઉલ્લંઘન કરે તે કેટલું યોગ્ય?

આ બાબતે કોંગ્રેસ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ ઓનલાઇન ફેસબુક માં એક પોસ્ટ મૂકીને આરોગ્ય સચિવ ની કામગીરી સામે સવાલ કર્યા છે અને સાથે સાથે આરોપ લગાવ્યો છે કે,

“ડાહી પોતે સાસરી જાય નહીં અને બીજાને શિખામણ આપે” ગુજરાતી લોક કહેવતને યથાર્થ ઠેરવતા હોય એમ રોજે રોજ સમગ્ર રાજ્યમાં ફરજીયાત સોસીયલ ડિસ્ટન્સની અપીલ કરનારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિ અને સુરત શહેરમાં દર રોજ સોસીયલ મીડિયા/મીટીંગો મારફત શહેરીજનોને શિખામણ આપનારા મેયરશ્રી ડો. જગદીશભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંચ્છાનિધિ પાની ફોટોમાં દેખાય છે એમ સોસીયલ ડિસ્ટન્સ જાળવી સુરત ખાતે કોરોના આઈસોલેશન હોલનું ઉદ્દઘાટન કર્યું…!! કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ નિયમો માત્ર સામાન્ય પ્રજાજનો માટે જ છે.? સરકારના ઉચ્ચ અધિકારી /ભાજપ પદાધિકારીઓ માટે નહીં..???”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *