ખાતરના ભાવ નહી વધે કહીને ખેડૂતોના ઘરમાં ‘ખાતર’ પાડનારા ત્રણ નેતાઓ ૧ મે થી ભાવવધારો થયા બાદ ગાયબ

ખાતર ભાવ વધારો: હાલમાં કીસાનોનેં પડ્યા પર પાટું પડ્યું હોય એવા હાલ થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખાતરના ભાવ વધારાના મેસેજ મળ્યા હતા પરંતુ…

ખાતર ભાવ વધારો: હાલમાં કીસાનોનેં પડ્યા પર પાટું પડ્યું હોય એવા હાલ થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખાતરના ભાવ વધારાના મેસેજ મળ્યા હતા પરંતુ ચૂંટણી હોવાથી કૃષિ મંત્રી સહિતના નેતાઓએ આ અંગે ખુલાસો કરીને ભાવ વધારો રોક્યો હતો પણ ચૂંટણી પૂર્ણ થતા જ 1 મે થી આ ભાવ વધારો લાગુ કરી દેવાયો છે ત્યારે કયા સમયે કયા મંત્રીએ શું નિવેદનો આપ્યા હતા તેના પર નજર કરીએ.

કૃષિ મંત્રી ફળદુએ ૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી ખાતરનો વેચાણ ભાવ રૂ. ૧૨૦૦/બેગ થી વધી રૂ. ૧૫૦૦/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. ૧૧૭૫/બેગ થી વધી રૂ. ૧૪૦૦/બેગ થનાર હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવીકે જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી., ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી ૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ? તે અંગેની જાણકારી મેળવતા રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યુ કે,તા: ૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરીત થયેલ ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી તથા એનપીકે ખાતરઓમા ભાવ વધારા બાબતેના સમાચાર રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમયે ખેડૂતોને ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે.  આ અંગેનો વિડીયો પણ અહી રજુ કરવામાં આવ્યો છે.

ઈફકોના ડીરેક્ટર અને યુવા મંત્રી જયેશ રાદડીયાએ પણ તે સમયે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારા સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે.

જયારે મનસુખ માંડવીયા કે જેઓ કેન્દ્રીય મંત્રી છે જેમણે પણ ૯ મી એપ્રિલે આપેલ આશ્વાસનના શબ્દો એક મહીનો પણ ઉભા ન રહ્યા અને ખેડુતોને ૧ મે રોજથી નવા ભાવ વધારો મુજબ રાસાયણિક ખાતર ખરીદવું પડી રહ્યું છે. તેઓએ એક નિવેદનમાં જણાવેલું કે, હાલ રાસાયણિક ખાતર મા ભાવ વધારો નહીં થાય,ભાવવધારો પાછો ખેંચવામા આવ્યો હતો. આ બાબતે સોશિયલ મીડિયામાં ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે. જુઓ વિડીયો:

ઉલ્લેખનીય છે કે હવે ગુજરાતના ખેડૂતોને ખાતર માટે DAP ની થેલીના ૧૨૦૦/- ના સીધા ૧૯૦૦/-, NPK ની થેલીના ૧૧૮૫/- ના સીધા ૧૮૦૦/-, ASP ની થોલીના ૯૭૫/- ના સીધા ૧૩૫૦/- ચુકવવા પડી રહ્યા છે. આમ કોરોના બાદ હવે ખેડૂતોના ખિસ્સામાં ખાત્ર રૂપી ‘ખાતર’ પડી રહ્યું છે.

ભાજપના નેતાઓએ ચૂંટણીમાં પોતાના સ્વાર્થ ખાત્ર ભાવ વધારો નથી થયો તેવું જુઠ્ઠાણું ચલાવ્યું હોવાનું હવે દેખાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા મનહર પટેલે પણ નેતોએ કરેલી છીછરી રાજનીતિ બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યા કહ્યું કે,તુઘલઘી ભાજપા સરકારના નેતાઓ જેટલી વાર કપડા બદલે એટલી વાર નિવેદનો બદલે છે. જનતાને મુરખ બનાવવાનુ બંધ કરે ભાજપા સરકાર, એક મહીના પહેલા રાસાયાણિક ખાતરમા વધારો જાહેર થયો તેને રાજયના કૃષિ મંત્રીએ અફવા ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *