કોરોના વચ્ચે ગોવાનાં બીચ પર એકાએક થઈ રહ્યાં છે અસંખ્ય લોકોના મોત -જાણો આની પાછળનું ચોકાવનારું કારણ

ગોવાના બીચ પર હાલમાં કોરોના કાળમાં ઘણાં લોકો રજા માણવા માટે આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ પર્યટકો પર જેલીફિશ ડંખ એક ખુબ મોટો ખતરો…

ગોવાના બીચ પર હાલમાં કોરોના કાળમાં ઘણાં લોકો રજા માણવા માટે આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ પર્યટકો પર જેલીફિશ ડંખ એક ખુબ મોટો ખતરો બનીને સામે આવ્યો છે. ખાસ વાત તો એ છે કે, ગયા બે દિવસોમાં ગોવાના કેટલાંક બીચ પર જેલીફિશના ડંખની કુલ 90 ઘટનાઓ સામે આવી રહી છે.

પરિસ્થિતિ એટલી કફોડી બની ગઈ છે કે, રાજ્યની લાઇફગાર્ડ એજન્સીએ આ મામલે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવીછે. જેમાં લોકોને બીચ પર જતી વખતે વધારેમાં વધારે સાવચેત રહેવાનું જણાવવામાં આવ્યું છે.ગોવા સરકાર તરફથી તૈનાત કરવામાં આવેલ ખાનગી લાઇફગાર્ડ એજન્સી મરીને ગુરુવારે જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં પર્યટકો તથા બીચ પર જતા લોકોને સર્ફિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે.

ખાસ કરીને તો બીચ એરિયામાં લોકોને અતિરિક્ત સાવધાન રહેવાનું જણાવવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવ્યું છે કે, કુલ 90થી વધારે જેલીફિશના ડંખની ઘટનાઓ બની છે. મોટાભાગની એટલે કે, કુલ 65 ઘટનાઓ ગત કુલ 48 કલાકમાં લોકપ્રિય બાગા-સિંકરિમ બીચ પર બની છે.

જ્યારે કુલ 25 કેસ ગોવાના દક્ષિણ જિલ્લામાં જોવા મળ્યા છે. એજન્સીની બાજુ ગુરુવારે જાહેર કરવામાં આવેલ નિવેદનમાં એક વ્યક્તિની મેડિકલ સ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બાગા બિચ પર એક કેસમાં પેરાસૈલિંગ કરતા એક યુવકને જેલીફિશનો ડંખ લાગ્યા બાદ તેને છાતીમાં દુખાવો તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

શ્વાસ લેવામાં તકલીફ થતા યુવકને ઓક્સિજન આપવામાં આવ્યો હતો તેમજ એમ્બ્યુલન્સની મદદથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જો જેલીફિશે તમને ડંખ માર્યો હોય તો સૌપ્રથમ પાસેની લાઇફસેવરને સૂચિત કરો કે, લાઇફસેવરના ટાવર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જ્યાં ડંખ લાગ્યો છે થાય ત્યાં ગરમ પાણીથી તે વિસ્તારને સાફ કરવો. પાણીની ગરમીથી ટોક્સિન્સ ખતમ થઇ જશે. માછલીએ જ્યાં ડંખ માર્યો છે ત્યાં વિનેગરનો સ્પ્રે કરવો. સિરકાથી ટેંટેકલ્સમાં હોનાર નીમૈટોસિસ્ટ્સ વધારે સક્રિય થવાથી ઝેર ફેલાવતા અટકાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *