જીગ્નેશ મેવાણીની LRD ભરતી થયેલ મહિલાઓના બહાને આંદોલનની ધમકી- ઉમેદવારોને તો ખ્યાલ જ નથી

Published on Trishul News at 4:56 PM, Sun, 10 May 2020

Last modified on May 10th, 2020 at 4:56 PM

હાલમાં કોરોના ને કારણે ગુજરાતમાં આંદોલનની સીઝનને આરામ મળ્યો છે ત્યારે લોકડાઉન ખુલશે એટલે ફ્રી આંદોલનની સીઝન આવવાની હોય એમ જીગ્નેશ મેવાણીએ રૂપાણી સરકારને ધમકી આપી દીધી છે. દલિત નેતા તરીકે ઉભરેલા યુવા નેતા જીગ્નેશ મેવાણી એ ફેસબુક પર પોસ્ટ કરીને રૂપાણી સરકાર પર આરોપ લગાવ્યો છે કે, સરકાર સામે આંદોલન કરનાર ST-SC-OBC મહિલાઓને સરકારે વીણી વીણીને ૫૦૦ કિમી દૂર નોકરીએ મોકલી! અને બદલો લઇ રહી છે. જો કે મેવાણી આ મહિલાઓને હાથો બનાવીને રાજકારણ કરી રહ્યા છે તેવી વાતો વહેતી થતા આ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. પરંતુ તે પહેલા આ સ્ક્રીનશોટ લેવાઈ ગયો હતો.

જીગ્નેશ મેવાણી પોતાની પોસ્ટમાં વધુમાં લખે છે કે, આંદોલનનો ચહેરો બનેલી રાજકોટની દીકરી પૂજાને રાજકોટમાં જગ્યા હોવા છતાં છેક ૫૭૫ કિલોમીટર દૂર ડાંગ આહવામાં મુકવામાં આવી. બીજી એક અમરેલીની દીકરી નામે જાગૃતિ જેના ૮૦ માર્કસ છે એને પણ ડાંગ મુકવામાં આવી અને ૬૩ માર્કસ ધરાવતી એક બહેનને રાજકોટ પ્રોપરમાં નિમણૂક મળી. વર્ષા નામની એક બહેન મૂળ ગીર સોમનાથના અને એમને મૂકી દીધા – તાપી! કારણ આંદોલન ની દાઝ કાઢવા! વાહ રાજ્ય સરકાર વાહ! પણ સમગ્ર ગુજરાતના OBC-SC-ST સમાજ દ્વારા આનો પૂરજોર વિરોધ થવો જોઈએ અને હજુ તો પેલો ગેરબંધારણીય LRD નો ઠરાવ રદ કરવા માટેની લડત તો બાકી જ! કોરોનોની આ લડાઇ પતે કે તરત વિજય રૂપાણી સરકાર સામે મોરચો તૈયાર જ છે! અને હા, મારે જિલ્લા બહાર બદલી નું કોઈ ટેન્શન નથી હોં, યાદ રહે !

આ બાબતે OBC ST SC આંદોલન શરુ કરનાર અને આંદોલનનો ચહેરો બનેલ રાજકોટના પૂજા સાગઠીયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમે આવા કોઈ આંદોલન કરવા માંગતા નથી. અમારે નોકરી ની જરૂર છે. અમને ગમે ત્યાં નોકરી મળે અમે કરી લઈશું. અમને જીગ્નેશ મેવાણી નો ફોન આવેલો અને પૂછ્યું હતું કે ‘તમને પાકિસ્તાનમાં પોસ્ટીંગ મળ્યું?’. આમ જીગ્નેશ મેવાણીની ચીમકી અને ભરતી પામેલ ઉમેદવારોના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.

અમરેલીની વાતની અને ડાંગમાં પોસ્ટીંગ મેળવનાર જનરલ કેટેગરીમાં આવતી જાગૃતિ નામની યુવતી સાથે વાતચીતમાં પણ સામ્યતા જોવા મળી, તેમણે જણાવ્યું કે અમે નોકરી મેળવવા માંગતા હતા. અમને નોકરી મળી  ગઈ છે. અમે દેશસેવા માટે આવ્યા છીએ. અમારો હક્ક અમને મળી ગયો છે. નોકરી મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં OBC-ST-SC અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ ભરતીમાં ચાલતી ગોલમાલ બાબતે સરકાર વિરુદ્ધ આંદોલન આદર્યું હતું. જેમાં જનરલ કેટેગરી માટે લાભદાયી પરિપત્ર યથાવત રાખીને તેને રદ્દ કરવામાં આવ્યો નહોતો. જનરલ કેટેગરીના આંદોલનકારી નેતા દિનેશ બાંભણીયા અને બિનઅનામત વર્ગ સંગઠન સહિતની ટીમએ હાઈકોર્ટ ના દરવાજા ખટખટાવ્યા હતા અને આંદોલનને મજબુત બનાવ્યું હતું. હજુ પણ નોકરીથી વંચિત રહેલી ઉમેદવારો માટેની કાનૂની લડાઈ શરુ જ રાખવામાં આવી છે. દિનેશ બાંભણીયા અને બિનઅનામત વર્ગની ટીમે આદરેલા આંદોલનને કારણે 321 જેટલી જગ્યાઓને બદલે નિયમાનુસાર 880 થી વધુ જનરલ મહિલા ઉમેદવારોને ભરતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "જીગ્નેશ મેવાણીની LRD ભરતી થયેલ મહિલાઓના બહાને આંદોલનની ધમકી- ઉમેદવારોને તો ખ્યાલ જ નથી"

Leave a comment

Your email address will not be published.


*