Jio ધન ધના ધન: હવે અનલિમિટેડ ડેટા મળશે ફક્ત 199 રૂપિયામાં, જાણો કેવી રીતે કરશો પ્લાન ?

Jioએ પોતાના Jio ફાયબર કસ્ટમર્સ માટે 199 અને 351 રૂપિયાના બે નવા અફોર્ડેબલ પ્રીપેડ બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યા છે. નવા પ્લાન્સમાં યુઝર્સને ડેટા એક્સેસ, અનલિમિટેડ…

Jioએ પોતાના Jio ફાયબર કસ્ટમર્સ માટે 199 અને 351 રૂપિયાના બે નવા અફોર્ડેબલ પ્રીપેડ બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યા છે. નવા પ્લાન્સમાં યુઝર્સને ડેટા એક્સેસ, અનલિમિટેડ વૉઇસ કૉલ, કોમ્પ્લીમેન્ટ્રી ટીવી વીડિયો કૉલિંગની સુવિધા મળશે.

351 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 10 એમબી પ્રતિ સેકેન્ડની સ્પીડથી 50 જીબી ડેટા મળશે. તેની વેલીડીટી 30 દિવસની રહેશે. જો તમારો આ ડેટા સમય કરતાં પહેલાં પૂરો થઇ જાય તો ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 1 MBPS થઇ જશે. તેમાં વપરાશકર્તા અનલિમિટેડ વૉઇસ કૉલનો ઉપયોગ કરી શકો છો. 351 રૂપિયાના પ્લાન માટે જી.એસ.ટી. બાદ કુલ 414 રૂપિયા ચુકવવા પડશે.

સાથે-સાથે 199 રૂપિયાના પ્લાનમાં વપરાશકર્તા 100 MB પ્રતિ સેકેન્ડની સ્પીડ સાથે અનલિમિટેડ ડેટા એક્સેસ કરી શકશે. તેની મર્યાદા સાત દિવસની છે.

Jio કંપનીએ આ લેટેસ્ટ ટેરિફ પેકની કિંમત 351 રૂપિયા નક્કી કરી છે. વપરાશકર્તાને આ પ્લાનમાં 50 જીબી ડેટા અને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ રિચાર્જ પેક Jio ફાયબર પોર્ટફોલિયાનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે.

વપરાશકર્તાને Jioના મંથલી રેન્ટલ વાળા પ્લાનમાં 10 MBPS ની સ્પીડ સાથે દર મહિને 50 જીબી ડેટા મળશે. જો યુઝર્સ સમય પહેલાં ડેટા પૂરો કરી દે તો તેને 10 MBPS થી મળતી ઇન્ટરનેટ સ્પીડને 1 MBPS કરી દેવામાં આવશે. આ ઉપરાંત Jio વપરાશકર્તા અનલિમિટેડ કૉલિંગનો લાભ લઇ શકશે. વપરાશકર્તાને આ પ્લાન જી.એસ.ટી. સાથે 414 રૂપિયામાં પડશે. ફાયદાની વાત કરીએ તો કંપની વપરાશકર્તાનો કોમ્પ્લીમેન્ટ્રી ટીવી વીડિયો કૉલિંગની સુવિધા આપશે.

વપરાશકર્તાને આ પ્લાન માટે ઇન્સ્ટોલેશન ચાર્જ નહી આપવો પડે. આ ઉપરાંત વન ટાઇમ ચાર્જ પણ નહી આપવો પડે. જો કે સામાન્ય રીતે વપરાશકર્તાએ જિયો ફાયબર કનેક્શન ખરીદવા માટે 2500 રૂપિયા આપવા પડતાં હતા. જિયોએ પોતાના ગ્રાહકનો ઝટકો આપતાં પ્રિવ્યૂ ઑફર બંધ કરી દીધી છે. હવે વપરાશકર્તાને કનેક્શન સાથે જ બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઇટેનિયમમાંથી કોઇ એક પ્લાન લેવો પડશે.

આ મંથલી પ્લાનની કિંમત 699 રૂપિયા છે. જો તમે 12 મહિનાનો પ્લાન લો છો, તો તમારે 8,388 રૂપિયા ચૂકવવા પડશે. આમાં તમને 100 MBPS સ્પીડ મળશે. તેમાં કુલ 2400 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને JIO એપ સબ્સ્ક્રિપ્શન્સ મળશે. જો તમે 12 મહિનાનો પ્લાન લેશો, તો તમને 6 વોટના બ્લૂટૂથ સ્પીકર, 4 કે સેટટૉપ બૉક્સ અને JIO હોમ ગેટવે ફ્રી મળશે. આ સાથે, તમને બે મહિનાની ફ્રી સેવા મળશે, એટલે કે, આ એક વર્ષનો પ્લાન લીધા પછી, તમે તેનો ઉપયોગ કુલ 14 મહિના સુધી કરી શકશો.

આ પ્લાનની કિંમત 849 રૂપિયા છે. યરલી પ્લાનનો ખર્ચ 10,188 રૂપિયા થશે. આ પ્લાનમાં 3,999 રૂપિયાની કિંમતનું સ્પીકર ફ્રીમાં મળશે. સાથે 4K સેટટોપ બૉક્સ અને જિઓ હોમ ગેટવે ફ્રી હશે. આ પ્લાનમાં 100 MBPSની ડેટા સ્પીડ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *