જમ્મુ-કાશ્મીર: વડોદરાનો જવાન પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપતા શહીદ

જમ્મુ-કાશ્મીરમાં અખનુરમાં સોમવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો વળતો જવાબ આપતી વખતે વડોદરાનો જવાન આરીફ પઠાણ શહીદ થયો છે. આરીફ વડોદરાના નવા યાર્ડ…

જમ્મુ-કાશ્મીરમાં અખનુરમાં સોમવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો વળતો જવાબ આપતી વખતે વડોદરાનો જવાન આરીફ પઠાણ શહીદ થયો છે.

આરીફ વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં રોશનનગરનો રહેવાસી છે. હાલ તે કાશ્મીરના અખનુરમાં તૈનાત હતો.

જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં તેઓ અન્ય જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગ દરમિયાન ઘાયલ થયો હતો. દરમિયાન તેને સારવાર અર્થે ઉધમપુર લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

આરીફ 18 જમ્મુ-કાશ્મીરમાં રાઇફલમાં તૈનાત હતો અને બે વર્ષ પહેલા જમ્મુના અખનુર પોસ્ટિંગ થયું હતું. આરીફના પિતા રેલ્વેમાં ખલાસી હતા. તેના પરિવારમાં ચાર ભાઇ અને બે બેનનો સમાવેશ થાય છે. પુત્રના મોતથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.

બટાલિયનમાંથી અધિકારીનો ફોન આવ્યો કે મુઠભેડમાં ગોળી વાગી

આજે સવારે આરીફના ઘરે ફોન આવ્યો કે મુઠભેડ દરમિયાન આરીફને ગોળી વાગી છે. સામે છેડેથી તેમના પરિવારે અધિકારી સાથે વાતચીત દરમિયાન કીધું કે અમે ત્યાં આવી. પરંતુ અધિકારીએ તેમને કહ્યું કે અમે આરીફને સારવાર માટે ઉમધપુર લઇ જઇ છીએ. જોકે, અડધા કલાક પછી ફરી ફોન આવ્યો કે આરીફ શહીદ થઇ ગયો છે.

ભાઇના મોત બદલો લેવા નાનો ભાઇ તત્પર

આરીફનો નાનો ભાઇ આશીફ પણ આર્મીમાં સામેલ થવા માટે તૈયારી કરી રહ્યો છે. મોટાભાઇના મોતના સમાચાર બાદ પણ તેનો આત્મવિશ્વાસ ડગમગાયો નથી. ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે આર્મીમાં જોડાઇ પોતાના મોટાભાઇની મોતનો બદલે લેવો છે. દુશ્મનોને ગોળી મારીને જ રહીશ

મોરો ભાણો શહીદ થયું છે પણ હજુ સુધી કોઇ નેતા ફરક્યું નથી

આરીફના મામ વજીર આલમ પઠાણ રેલ્વેમાં નોકરી કરે છે. ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મારો ભાણો આજે દેશ માટે શહીદ થયો છે. પરંતુ હજુ સુધી એક પણ નેતાએ અમારી મુલાકાતે આવ્યા નથી કે હરફ સુદ્ધા ઉચાર્યો નથી. તેમણે માગણી કરી છે જો મુખ્યમંત્રી આવીને દફનવિધિ હાજરી નહીં આપે અને શહીદનમાં માનમાં જોઇ કઇ બોલશે નહીં તો અમે દફનવિધિ કરીશું નહીં..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *