માત્ર 50 રૂપિયાની લેતી-દેતીમાં ખેલાયો ખૂની ખેલ: પુત્રએ પિતા ઉપર છરીના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા, જાણો સમગ્ર ઘટના 

Published on: 3:51 pm, Sat, 17 April 21

હાલમાં હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક દીકરાએ તેના 70 વર્ષીય પિતાની નિર્દય હત્યા કરી હતી. બંને વચ્ચે ઝઘડાનું કારણ માત્ર 50 રૂપિયા હતું. જાણવા મળ્યું છે કે, આરોપીએ છરીના ઘા મારીને તેના પિતાની હત્યા કરી હતી. કારણ કે, તેણે 50 રૂપિયા આપવાની ના પાડી હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપી બેરોજગાર છે અને તે તેના પિતા પાસેથી પૈસા માંગતો હતો. જાણવા મળ્યું છે કે, પીડિતનું નામ મહેન્દ્ર પાલ હતું. તે પત્ની, પુત્રી અને પુત્ર અનિલ સાથે રહેતો હતો. ગુરુવારે પુત્ર અનિલે મહેન્દ્ર પાસેથી 50 રૂપિયા માંગ્યા ત્યારે તેણે આપવાની ના પાડી હતી.

પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અનિલ 50 રૂપિયા આપવાની ના પાડતાં ગુસ્સે થઈ ગયો હતો અને પિતા સાથે લડાઈ કરવા લાગ્યો હતો. આના પર તેના પિતાએ તેને ઠપકો આપ્યો જેથી તે વધુ ગુસ્સે થયો. ત્યારબાદ અનિલે છરી ઉપાડી અને તેના પિતાની છાતી પર બે વાર છરી વડે જીવલેણ હુમલો કર્યો. ત્યારબાદ અનિલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ત્યારબાદ પીડિતા મહેન્દ્ર પાલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતાં. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ મામલે જિલ્લાની ડીસીપીએ જણાવ્યું હતું કે, પોલીસ આરોપી અનિલની શોધ કરી રહી છે. મળતી માહિતી મુજબ, તેણે ખૂન કરવા માટે છરીનો ઉપયોગ કર્યો હતો. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટના દિલ્હીમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.