વધતા વજનથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે જોગિંગ- વાંચો આ લેખ અને જાણો જોગિંગનાં ફાયદાઓ

આપણે સૌ જાણીએ જ છીએ કે, જોગિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. આજકાલ જોગિંગનો ક્રેઝ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. કદાચ એ…

આપણે સૌ જાણીએ જ છીએ કે, જોગિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. આજકાલ જોગિંગનો ક્રેઝ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. કદાચ એ જ કારણ છે કે, મોટા ભાગે સવારે ઘણા લોકો પાર્ક, સ્પોર્ટસ કોમ્પલેક્સ, રસ્તા પર જોગિંગ કરતા લોકો જોવા મળી આવે છે. લોકોમાં જોગિંગ પ્રત્યે ઉત્સાહ વધવાનું એક કારણ એવું પણ છે કે, તેના દ્વારા પોતાની વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો સમય કાઢીને તમે સવાર-સવારમાં વ્યાયામનો લાભ ઉઠાવીને ખુલ્લી હવાનો આનંદ પણ માણી શકો છો.

સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે નિયમિત જોગિંગ ખુબ જ સારી એક્સાઈઝ છે. સવારમાં જોગિંગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જો તમે સારું સ્વાસ્થ્ય મેળવવા માંગો છો તો તમારે ફરજીયાત દરરોજ જોગિંગ કરવું જોઈએ. જોગિંગ આપણા શ્વસન તંત્ર, હ્રદયની માંસપેશીઓ અને પેટને મજબૂત બનાવે છે અને આપણા સમગ્ર શરીરમાં ઓક્સિજનનો સંચાર કરે છે. તો ચાલો આજે અમે તમને અમારા આ આર્ટિકલમાં જોગિંગનાં ફાયદા વિશે જણાવીએ.

જોગિંગ નાં ફાયદાઓ
જોગિંગ કરવાથી શરીરનાં સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે.
જોગિંગથી આખા શરીરનો વ્યાયામ થઇ જાય છે અને ઊંઘ સારી આવે છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.

દરરોજ જોગિંગ કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે, જેનાથી દિવસભર તમે સ્ફૂર્તિ મહેસૂસ કરો છો.
જોગિંગ કરવાથી શરીરમાં રક્તનો સંચાર યોગ્ય રીતે થાય છે અને હૃદય મજબૂત બને છે.
જોગિંગ કરવાથી કેલરી બર્ન કરવામાં સરળતા રહે છે.

જોગિંગ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે અને તેનાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે.
તેનાથી શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
જોગિંગ કરવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. તેનાથી ધમનીઓ અને હૃદય મજબૂત બને છે.

આ વાતોનું રાખો ધ્યાન
જોગિંગ કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ સવારે કરવાથી વધારે લાભ પ્રાપ્ત થાય છે.
જોગિંગ બાદ તુરંત આરામની સ્થિતિમાં આવવું જોઈએ નહીં.
દરરોજ પોતાનો રસ્તો બદલતા રહો. દરરોજ નવા રસ્તા પર જોગિંગ કરવાથી તમને સારું મહેસુસ થશે.

જોગિંગ પર જવાનાં 10-15 મિનિટ પહેલા ઓછામાં ઓછું બે ગ્લાસ પાણી અવશ્ય પીવું.
શરૂઆતમાં જોગિંગનો સમય ઓછો રાખો. જેમ-જેમ અભ્યાસ વધતો જાય તેમ-તેમ સમય વધારતા રહો.
એવી જગ્યા પર જોગિંગ કરો, જ્યાં ટ્રાફિક ઓછો હોય અને પ્રદૂષણ ઓછું હોય.

પાકી જગ્યા પર જોગિંગ કરવાથી ઘૂંટણને નુકસાન પહોંચે છે.
જોગિંગ શરૂ કરતાં પહેલાં શરીરનાં વિવિધ અંગોનાં જોડાણને ગતિશીલ બનાવો.
દોડવા અથવા જોગિંગ કરતા પહેલા કોઈપણ વસ્તુનું સેવન કરવું જોઈએ નહીં.

ક્યારે ન કરવું
જો કોઈને સંધિવાની સમસ્યા હોય તો તેણે જોગિંગ કરવાથી બચવું જોઈએ. જે દર્દીઓની સર્જરી થયેલ હોય તેમણે સમજી-વિચારીને કરવું જોઈએ અને વિશેષજ્ઞ સાથે વાતચીત કર્યા બાદ કરવાની શરૂઆત કરવી જોઈએ. 60 વર્ષથી વધારે ઉંમરના લોકોએ જોગિંગ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જે લોકોનું સુગર ઓછું રહે છે, તેમણે પણ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી અને ત્યારબાદ જ જોગિંગ શરૂ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *