જાણો કેવી રીતે લોકો ઘરેબેઠા જુના કપડા વેચીને કરી રહ્યા છે લાખોની કમાણી?

અત્યારના સમયમાં લોકો એક ને એક કપડાં બહુ જ ઓછી વાર પહેરતા જોવા મળે છે. એમાં પણ ઊંચી લાઇફ સ્ટાઇલ ધરાવતા લોકો એક જ કપડાં…

અત્યારના સમયમાં લોકો એક ને એક કપડાં બહુ જ ઓછી વાર પહેરતા જોવા મળે છે. એમાં પણ ઊંચી લાઇફ સ્ટાઇલ ધરાવતા લોકો એક જ કપડાં વધારે દિવસો સુધી પહેરતા જ નથી. કપડાં જેવા થોડા જુના થાય એટલે તેઓ જરૂરિયાતમંદ લોકોને આપી દે છે અથવા તો ફેંકી દેતા હોય છે.

શું તમે જાણો છો એનાથી તમારું જ નુકશાન થઈ રહ્યું છે. આજે અમે તમને જણાવીશું કે, તમારા જુના કપડા પણ તમને પૈસા કમાવવામાં મદદરૂપ બની શકે છે. એટલે કે, તમે ઘરે બેઠા જુના કપડાં વહેચીને કમાણી કરી શકો છો. જણાવી દઈએ કે, એવી ઘણી ઓનલાઇન વેબસાઇટ છે જે તમને જુના કપડાંની મોટી કિંમત આપે છે.

ફક્ત એટલું જ નહિ આ ઓનલાઇન કંપની તમારા જુના કપડા તમારા ઘરે આવીને જ લઈ જશે. તમે આ વેબસાઇટ પર જુના કપડા વહેચી તો શકો છો સાથે જ એ વેબસાઇટ પરથી જો તમે નવા કપડાં અથવા બીજી કોઈ પણ વસ્તુ ખરીદી પણ શકો છો. આ ઓનલાઇન કંપની તમારા કપડાંની ક્વોલિટી જોઇને તમને પૈસા આપે છે.

જણાવી દઈએ કે, કાંફીડેંશિયલ કાઉચર નામની ઓનલાઈન વેબસાઈટ પર તમે તમારા જુના કપડા વહેંચીને મોટી કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે આ વેબસાઇટ પર તમારા જૂના પર્સ, બેગ અને બીજો ઘણો સામાન પણ વહેંચી શકો છો. તમારો જુનો સામાન વેચવા માટે તમારે આ વેબસાઈટ પર જઈ તેના પર આપેલા આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

ત્યારબાદ તમે જુના કપડાથી લઈને જે વસ્તુ વહેંચવા માંગતા હોય તેનો ફોટો તમારે આ વેબસાઈટને મોકલવાનો રહેશે. ત્યારબાદ કંપની તમારી વસ્તુને જોઇને તમને એક પ્રાઈઝ ઑફર કરે છે. જો તમને કંપનીની તરફથી આપવામાં આવેલ પ્રાઈઝ ઑફર પસંદ આવે છે તો કંપની પોતે જ તમારા ઘરેથી તમારો જૂનો સામાન લઈ જશે.

આ ઉપરાંત તમે બીજી એક ઇન્વોગડ નામની વેબસાઇટ પર જઇને પણ તમારા જુના કપડાં વહેચી શકો છો. આ વેબ્સાઈટ પરથી તમે તમારા પસંદીદા ફિલ્મ કલાકારના યુઝ કરેલા કપડાં પણ ખરીદી શકો છો. આ વેબસાઈટ પર પણ તમારે તમારા જુના કપડાના ફોટા મોકલવા પડે છે. ત્યારબાદ કંપની તમારો સામેથી કોન્ટેક્ટ કરે છે અને તમને પ્રાઈઝ ઑફર કરવામાં આવે છે. ઉપરાંત જો તમે કોઈ સેલિબ્રિટીઝના કપડા ખરીદવા માંગો છો તો આ વેબસાઈટ પર ઘણીવાર સારું ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *