પોલીસના પાટીયા લગાડીને રસ્તા વચ્ચે દાદાગીરી કરવાની ગુજરાતમાં કોની તાકાત છે? પોલીસની મરજી સિવાય શક્ય નથી

પોલીસના નામે દાદાગીરી નો આ વિડિયો ક્લિપ્સ આવી રહી છે જુનાગઢના સાસણગીર (Sasangir) પાસેથી, ઘટનાનો સમય, તારીખ અને લોકેશન વિડીયોમાં જાહેર છે. વિડીયોમાં દેખાય રહ્યું…

પોલીસના નામે દાદાગીરી નો આ વિડિયો ક્લિપ્સ આવી રહી છે જુનાગઢના સાસણગીર (Sasangir) પાસેથી, ઘટનાનો સમય, તારીખ અને લોકેશન વિડીયોમાં જાહેર છે. વિડીયોમાં દેખાય રહ્યું છે તેમ એક ગોળાઈ પર પોલીસના પાટિયા વાળો કારચાલક ઓવરટેક કરી રહેલો હોય સામસામે આવી જતા જે ભાઈ પોતાની કાર બરાબર ચલાવતા હતા એમને બ્રેક મારી અને અકસ્માત થતો રોકવાની કોશિશ કરી હતી એમ છતાં આ પોલીસ કે પોલીસના નામે ઉધમ મચાવતા લુખ્ખા તત્વો સામાન્ય નાગરિકને ધમકાવે (Junagadh Dadagiri Video) છે.

આ ઘટના આટલે નથી અટકતી, કેમ કે મોટેભાગે આ માણસો ડિપાર્ટમેન્ટ ના નથી હોતા પણ ડિપાર્ટમેન્ટના સગા વહાલા હોય છે, આવા લુખ્ખા તત્વો સામે એક્શન કેમ નથી લેવાતી એ પ્રશ્ન જ જંગલ અને પોલીસ ખાતા સામે સવાલ ઉપજાવે છે. આ બાબતે જુનાગઢ (Junagadh SP) એસપી કોઈ કાર્યવાહી કરશે કે પછી આવું શરુ જ રહેશે?

મિત્રો, તમામ વિડિયો ક્લિપ જુઓ અને વિચારો કે આવા ગેરકાયદેસર રીતે ગુંડાકીય પ્રવૃત્તિ કરનાર તત્વો ઉપર લગામ લાગવાના કોઈ ઠોસ પગલાં લેવામાં કેમ નાથિયા આવતા? આ સફેદ કલરની swift કાર માં બ્લેક ફિલ્મ લાગેલી છે તથા આગળની નંબર પ્લેટ પણ કાઢી નાખવામાં આવેલ છે અને ત્યારબાદ એમણે જે સોનાના લાગે એવા મસમોટા ઘરેણા પહેરોલો વ્યક્તિ બહાર આવે છે અને ગાડીનો પીછો પણ કરે છે અને ધમકાવવાની કોશિશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *