જૂનાગઢ પાસે બે બાઇક સામ સામે ટકરાતા યુવક અને સગીર બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત

Published on: 2:21 pm, Thu, 3 December 20

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના જુનાગઢ પાસેથી સામે આવી છે. કેશોદ પાસે ગઈ કાલે રાત્રે બે બાઈક સામસામે અથડાતા બન્ને બાઈક ચાલકના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા છે. જેમા એક બાઈકસવાર ઉદય કારેશા (ઉ.વ.16 વર્ષ) હતો જ્યારે અન્ય ચાલક વાસીમ અલી દલ (ઉ.વ.18 વર્ષ) હતો. જ્યારે, વાસીમ અલી દલની બાઈકની પાછળ બેઠેલા યુવાનોનો આબાદ બચાવ થયો હતો.

junagadh gujarat accident two people died in bike accident 3 » Trishul News Gujarati Breaking News

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, કેશોદના હાંડલા ગામનો રહેવાસી મૃતક ઉદય કારેથા કેશોદ પોતાનુ કામ પતાવી હાંડલા તરફ જઈ રહ્યો હતો. તે દરમ્યાન જુનાગઢમાં આવેલ ચંદીગઢના પાટીયા પાસે વાસીમ અલીદલની બાઈક સાથે ધડાકાભેર અથડાતા બન્ને રોડ ઉપર દુર ફંગોળાઈ ગયા હતા. ત્યાર બાદ બન્નેના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યારે વાસીમ અલી દલની બાઈક પાછળ બેઠેલા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

junagadh gujarat accident two people died in bike accident 1 » Trishul News Gujarati Breaking News

અકસ્માત એટલો ગંભીર હતો કે, બન્ને બાઈક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને બાઈકનું ટાયર ગોળ વળી ગયુ હતુ. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ 108ને જાણ કરતા તાત્કાલિક 108 સ્થળ પર પહોંચી બન્નેના મૃતદેહને કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, મૃતક ઉદયની ઉંમર 16 હતી ત્યારે વાસીમ અલી દલની ઉંમર 18 વર્ષ હતી.

junagadh gujarat accident two people died in bike accident 2 » Trishul News Gujarati Breaking News

મૃતક ઉદય કેશોદ તાલુકાના હાંડલા ગામનો છે અને તેના પરિવારમા એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બન્ને પરીવારમા શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો બાઈકની સ્પીડ પણ કેટલી હશે કે, આવો ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આશાસ્પદ એક સગીર અને એક યુવાને જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle