માસુમ દેખાતી આ દુલ્હને કેટકેટલા લગ્ન કરીને લુંટી લીધા કેટલાય પરિવાર- જાણો કેવી રીતે આપતી હતી અંજામ

હાલમાં એક એવો કિસ્સો પોલીસ દફ્તરે નોધાયો છે જેમાં એક યુવાન સાથે લગ્નના નામે નાટક કરીને એક યુવતી સહિતના પાંચ વ્યક્તિએ 2.75 લાખની છેતરપીંડી કરી…

હાલમાં એક એવો કિસ્સો પોલીસ દફ્તરે નોધાયો છે જેમાં એક યુવાન સાથે લગ્નના નામે નાટક કરીને એક યુવતી સહિતના પાંચ વ્યક્તિએ 2.75 લાખની છેતરપીંડી કરી છે. જે કેસમાં પોલીસ દ્વારા આ લુંટેરી દુલ્હન સહીત પાંચ શખ્સોની ટોળકીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સતીષ સવજીભાઈ પટોડીયાના લગ્ન માટે કન્યા જોતા હતા, તે અરસામાં તેઓ ભરત મહેતા રાજગોર અને તેની પત્ની અરુણાબેનના સંપર્કમાં આવતા તેમણે અમદાવાદની ભગવતી નામની બ્રાહ્મણ કન્યા બતાવીને મેળાપ કરાવ્યો હતો. બાદમાં લગ્ન માટે 2.75 લાખ ભગવતીના કાકા મુન્નાભાઈ ગોહિલને આપ્યા બાદ બંનેના 27 ઓગસ્ટ 2020ના રોજ આર્ય સમાજમાં લગ્ન થયા હતા.

લગ્ન પહેલા ભગવતીને એક મોબાઈલ લઈ આપ્યો અને લગ્ન સમયે તેને સોનાના દાગીના આપ્યા હતા. લગ્નના આંઠ દિવસ બાદ તેના પિયરમાં શ્રાાધ્ધનો પ્રસંગ હોવાના બહાને તેને તેડી ગયા બાદ ભગવતીએ મોબાઈલ બંધ કરી દીધો હતો. જેથી સતીષએ તેના માતા ધનુબેન અને કાકા મુન્નાભાઈને ફોન કરીને તેમણે ભગવતીનો અકસ્માત થયો હોવાનું જણાવી 20 હજાર મંગાવ્યા હતા, ત્યારબાદમાં તેઓ ફોન બંધ કરીને ભાગી ગયાની જાણ થતા આખરે સતીષએ આ અંગે અમદાવાદના છારાનગરમાં રહેતી ભગવતી, તેની માતા ધનુબેન, કાકા મુન્નાભાઈ, જોષીપરાના ભરત મહેતા અને તેની પત્ની અરુણાબેન સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

જે કેસની તપાસમાં પોલીસે રાજકોટના પોપટપરામાંથી ભરત ગીરધર રાજગોર, તેની પત્ની અરુણાને ઝડપી લઈને પૂછપરછ કર્યા બાદ અન્ય આરોપીઓ દુલ્હન બનેલી ભગવતી પ્રકાશસિંહ વાઘેલા, તેની માતા ધનુબેન, પ્રકાશસિંહ મોહનસિંહ વાઘેલા અને દુલ્હનના કાકા મુન્નો ખુમાનસિંહ ગોહિલને ઝડપી લીધા છે.

આ ટોળકીએ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં આવી લગ્નના નામે નાટક કરીને ચાર યુવાનોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. તે જામકલ્યાણપુર, ખંભાળીયા, જેતપુરના ચાર યુવાનો સાથે ઠગાઈ કરીને ભાગી ગયાં હતા. જેમાં પોલીસે પોકેટ એપની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ભરત રાજગોર અને અનિરુધ્ધ ગોહેલની આવા કિસ્સાનો ભૂતકાળ નિકળ્યો હતો, અનિરુધ્ધ સામે મારામારીનો પણ એક કેસ નોધાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *