વિદ્યાર્થીઓએ બનાવ્યું અનોખું વોશિંગ મશીન- 80 સેકેંડમાં માત્ર અડધા ગ્લાસ પાણીથી 5 જોડી કપડા ધોવાઈ જશે

મોટા ભાગના લોકોના ઘરમાં વોશિંગ મશીન તો હશે જ. પરંતુ, હવે એક અનોખું વોશિંગ મશીન (Unique washing machine) બનાવવામાં આવ્યું છે. જેમાં માત્ર અડધા ગ્લાસ…

મોટા ભાગના લોકોના ઘરમાં વોશિંગ મશીન તો હશે જ. પરંતુ, હવે એક અનોખું વોશિંગ મશીન (Unique washing machine) બનાવવામાં આવ્યું છે. જેમાં માત્ર અડધા ગ્લાસ પાણીથી સાત કિલો સુધીના કપડાં એક જ વખતમાં ધોઈ શકાશે. ચિતકારા યુનિવર્સિટી(Chitkara University) ના વિદ્યાર્થીઓ અને ટીચર્સે મળીને બે વર્ષની મહેનત પછી આવું વોશિંગ મશીન તૈયાર કર્યું છે. આ મશીનનો ઉપયોગ તેમની પોતાની હોસ્ટેલમાં જ નહીં પરંતુ કેટલીક હોસ્પિટલો અને બેકરીઓમાં પણ થઈ રહ્યો છે.

તેને પેટન્ટ પણ મળી ગઈ છે. તેમાં ગાડીઓના એન્જિનની જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નામ ’80 વૉશ’ રાખવામાં આવ્યું છે. કેમ કે, કપડાં માત્ર 80 સેકન્ડમાં ધોવાઈ જશે. આ મશીનના પ્રોડક્શન યુનિટની સ્થાપના માટે હિમાચલ સરકાર ટૂંક સમયમાં બદ્દીમાં જગ્યા આપવા માટે ડીલ ફાઈનલ કરી શકે છે.

યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થી રૂબલ ગુપ્તા દ્વારા આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. તેના ગાઈડ એસોસિયેટ ડીન રિસર્ચ ડૉ. નિતિન કુમાર સલુજા અને વરિંદર સિંહ છે. ડૉ. નિતિનના જણાવ્યા અનુસાર, કોરોનાના આ સમયમાં જ હોસ્પિટલો સામે મોટી સમસ્યા હતી. ત્યાં ચાદર અને કપડાં વધુ ઝડપથી બદલવાની જરૂર રહેતી.

સામાન્ય વોશિંગ મશીનમાં કપડાં ધોવા અને સૂકવવામાં થોડા કલાકો અથવા તો થોડા દિવસો લાગતા હતા. આ મશીન પાણી પણ બચાવશે અને સમય પણ. આ વખતે અટલ ઈનોવેશન રેન્કિંગ કેટેગરીમાં ચિતકારાને સેકન્ડ નંબર મળ્યો છે. તેમાં માત્ર 80 સેકન્ડમાં બેક્ટેરિયા અને જર્મ્સ સાફ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *