રામમંદિરનો ચુકાદો આપનાર જજની જગ્યાએ આવ્યા નવા ન્યાયાધીશ

Published on: 12:38 pm, Mon, 18 November 19

હાલમાંજ સૌથી મોટો ચુકાદો આપનાર રંજન ગોગાઈનો કાર્યકાળ પૂરો થઇ ગયો છે. અને હાલ એક નવા ન્યાયાધીશ ભારતને મળ્યા છે. તેમણે પહેલા પણ મોટા મોટા નિર્ણયો આપ્યા છે. તેની વિષે આપડે ચર્ચા કરીશું. ખાસ તો આજ રોજ તેમને શપથ લેવડાવ્યા હતા.

રંજન ગોગોઈની નિવૃત્તિ બાદ ભારત દેશને નવા ચીફ જસ્ટિસ (CJI) મળ્યા છે. જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ ઐતિહાસિક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને હાલમાં જ અયોધ્યાના વિવાદનો અંત લાવનારા ચુકાદામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. 63 વર્ષના ન્યાયમૂર્તિ બોબડે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનું સ્થાન લીધું છે. તેઓ 17 મહિના સુધી આ પદ પર રહેશે અને 23 એપ્રિલ 2021એ નિવૃત્ત થશે.

રામ જન્મભૂમિ વિવાદમાં ભજવી મહત્વની ભૂમિકા

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિતના ન્યાયમૂર્તિઓની બેંચે અયોધ્યાના દાયકાઓથી અટવાતા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ ખંડપીઠમાં ન્યાયમૂર્તિ બોબડે પણ હતા. ઓગસ્ટ 2017માં તત્કાલિન CJI જેએસ ખેખરની અધ્યક્ષતામાં નવ ન્યાયાધીશોની ખંડપીઠે એકમતથ, નિજતાના અધિકારને ભારતમાં બંધારણીય રીતે સંરક્ષિત મૂળ અધિકાર હોવાનો ચુકાદો આપ્યો હતો. આ ખંડપીઠમાં પણ ન્યાયમૂર્તિ બોબડે હતા.

પિતા હતા જાણીતા વકીલ

ન્યાયમૂર્તિ બોબડે મહારાષ્ટ્રના વકીલ પરિવારમાંથી આવે છે અને તેમના પિતા અરવિંદ શ્રીનિવાસ બોબડે પણ જાણીતા વકીલ હતા. વરિષ્ઠ ક્રમની નીતિ હેઠળ વર્તમાન પ્રધાન ન્યાયધીશ ગોગોઈએ તેમની નામ કેન્દ્ર સરકારને પોતાના ઉત્તરાધિકારી તરીકે મોકલ્યું હતું. ન્યાયમૂર્તિ બોબડેને CJI પર પર નિયુક્ત કરવા માટેના આદેશ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સહી કરી, આ પછી મિનિસ્ટ્રી ઓફ લૉએ તેમને ભારતીય ન્યાપાલિકાના શીર્ષ પદ પર નિયુક્ત કરવા માટે અધિસૂચના જારી કરી.

CJI ગોગઈને આપી હતી ક્લીન ચિટ

ન્યાયમૂર્તિ બોબડેની અધ્યક્ષતામાં જ સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની સમિતીમાં CJI ગોગોઈને, તેમના પર લાગેલા જાતીય સતામણીના કેસમાં ક્લીન ચિટ આપી હતી. આ સમિતીમાં ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જી અને ન્યાયમૂર્તિ ઈન્દુ મલ્હોત્રાનો પણ સમાવેશ થતો હતો. ન્યાયમૂર્તિ બોબડે 2015માં એ ત્રણ સભ્યોની બેન્ચમાં સામે હતા જેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતના કોઈ પણ નાગરિકને આધાર સંખ્યાના અભાવમાં મૂળ સેવાઓ અને સરકારી સેવાઓથી વંચિત ના કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.