અમદાવાદ કે સુરતથી મુંબઈ જતા લોકોને હવે મળશે ટ્રાફિકથી છૂટકારો- કડોદરા અંડરપાસનું લોકાર્પણ કરતા હર્ષ સંઘવી

સુરતને વિકાસનું અપ્રતિમ પ્રતીક બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. ત્યારે સુરતના પ્રવેશદ્વાર સમાં કડોદરા ચાર રસ્તાં ખાતે કુલ 98.69 લાખના ખર્ચે નિર્મિત અંડર પાસ…

સુરતને વિકાસનું અપ્રતિમ પ્રતીક બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. ત્યારે સુરતના પ્રવેશદ્વાર સમાં કડોદરા ચાર રસ્તાં ખાતે કુલ 98.69 લાખના ખર્ચે નિર્મિત અંડર પાસ થકી સુરત સહિત દક્ષિણ ગુજરાતના નાગરિકોનો સમય અને ઉર્જાનો અઢળક બચાવ થશે. આ અંડરપાસનું (Kadodara Underpass) લોકાર્પણ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) કર્યુ હતું.

એટલું જ નહિ રાજય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની કામગીરીના ભાગ રુપે કડોદરા નગરના જુદા જુદા વિસ્તારોમાં આધુનિક સીસીટીવી કેમેરા સર્વેલન્સના કામોનું લોકાર્પણ રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) કર્યુ હતું.

સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કડોદરા નગરમાં જુદા જુદા વિસ્તારોમાં અંદાજીત 20 કરોડના રુપિયે ૪૫ બુલેટ કેમેરા, ૨૭ ANPR કેમેરા અને ૬ PTZ કેમેરા મળી કુલ ૭૮ કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ૧૭ જેટલા મહત્વના અને ભારે અવરજવર વાળા વિસ્તારોમાં કેમેરા સજ્જ કરીને ગુનેગારોને ડામવા અને આકસ્મિક સમયે સંકલન કરવા માટે અનિવાર્ય મોનિટરિંગની અત્યાધુનિક ફેસીલીટીનો પ્રારંભ કરતાં ગુજરાતના ગૃહ રાજયમંત્રી\ હર્ષ સંઘવીએ લોકોને આ કામગીરી સમર્પિત કરી હતી.

Kadodara Underpass થી સુરત બારડોલીને ફાયદો

કડોદરા અંડરપાસના (Kadodara Underpass) લોકાર્પણ પ્રસંગે પોતાના વકતવ્યમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે “કડોદરા એ સુરત – કડોદરા – બારડોલી રોડ તથા નેશનલ હાઈવે 48 નું જંકશન છે. કડોદરા વિસ્તારમાં રિયલ એસ્ટૅટમાં આવેલી તેજીએ ઘણા ઉધોગપતિઓને ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટ માટે આકર્ષિત કર્યા છે. જેના કારણે ઘણા ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ અને રહેણાંક પ્રોજેકટોનું કામ પૂરજોશમાં કડોદરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. સુરત બારડોલી રોડના કારણે બારડોલી, વ્યારા, નાશિક તેમજ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેત ઉત્પાદનો અને અન્ય જુદી જુદી પ્રોડકટ પરિવહન કરી સુરતના માર્કેટમાં લાવવામાં આવે છે.”

હર્ષ સંઘવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે “ સુરત જિલ્લા ખાતે હાલ 314.0 કરોડના રોડ અને બ્રીજના કામો તથા 290 કરોડના ખર્ચે સરકારી કચેરી / મકાનના કામો પ્રગતિ હેઠળ છે. ગુજરાત સરકારે નવા રોડ અને બ્રીજના કામ માટે રુપિયા 256 કરોડ મંજૂર પણ કર્યા છે. જે કામો ટૂંક સમયમાં શરુ થશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *