મુખ્યમંત્રી કમલનાથ આપશે શહીદ જવાનના પરિવારને 1 કરોડ, નોકરી અને મકાન. વાંચો વિગતવાર

46

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ માં થયેલા આતંકી હુમલામાં આ પ્રદેશના શહીદ વીર જવાન સંદીપ યાદવ ના પરિવારને મુખ્યમંત્રી કમલનાથ એક કરોડ રૂપિયા આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે તેના પરિવાર ના લોકોને રાજ્ય સરકાર તરફથી એક મકાન અને સરકારી નોકરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી કમલનાથે ગુરૂવારના રોજ મીડિયા ઉપર કહ્યું હતું કે કાશ્મીરના અનંતનાગ માં થયેલી આ આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ ના જવાનો માટે મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાના વીર સપૂત સી આર પી એફ કોન્સ્ટેબલ સંદીપ યાદવની શહીદીને સેલ્યુટ કરતા મુખ્ય મંત્રી કહે છે કે આખા રાજ્યને માટીના આ વીર સપૂત પર ખુબ જ ગર્વ છે. જેણે દેશ અને દેશવાસીઓ માટે અને તેમની સુરક્ષા માટે પોતાની જીવની આહુતિ આપી દીધી.

મુખ્યમંત્રી કમલનાથે શહીદો ના પરિવાર માટે રાજ્ય સરકાર તરફથી એક કરોડ રૂપિયા ની આર્થિક સહાય અને સાથે સાથે એક મકાન અને પરિવારના એક સદસ્ય માટે સરકારી નોકરી આપવાની ઘોષણા કરી હતી. તેમજ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વીર સપૂત સંદીપ યાદવ ના પરિવાર સાથે અમારી રાજ્ય સરકાર હંમેશા સાથે જ રહેશે. શહીદ થયેલા દરેક જવાનોના પરિવારને પૂરેપૂરી મદદ કરવામાં અમારે રાજ્ય સરકાર સહમત રહેશે. જવાનોની આ શહીદી વ્યર્થ નહીં જાય.

ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલી આ આતંકી ઘટના માં સેનાના પાંચ જવાનો શહીદ થયા છે. તેમાં મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાના એક જવાન સંદીપ યાદવ પણ સામેલ હતો. આ જવાન દેવાસ જિલ્લાનો કુલાલા ગામનો રહેવાસી હતો. સંદીપ સીઆરપીએફના 116 માં બટાલિયનમાં તૈનાત હતો. જે વિસ્તારમાં આતંકી હુમલો થયો હતો તે સ્થળે સીઆરપીએફના 166 માં ના બ્રાવો કંપની અને રાજ્ય પોલીસના સંયુક્ત ટીમ ને એક બ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.