જાણો શું કામ બોલીવુડ ઉપર ભારે પડી રહી છે સાઉથની ફિલ્મો- કંગનાએ કર્યો મોટો ઘટસ્ફોટ

અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદન્નાની (Rashmika Mandannani) પુષ્પા (Pushpa: The rise) ફિલ્મ બ્લોકબસ્ટર થયા પછી કંગના રનૌતે (kangana ranaut) પ્રથમ વખત તેની પ્રતિક્રિયા…

અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદન્નાની (Rashmika Mandannani) પુષ્પા (Pushpa: The rise) ફિલ્મ બ્લોકબસ્ટર થયા પછી કંગના રનૌતે (kangana ranaut) પ્રથમ વખત તેની પ્રતિક્રિયા આપી છે, જેના કારણે તેણી ફરીથી હેડલાઇન્સમાં આવી છે. મણિકર્ણિકા ફેમ એક્ટ્રેસ પોતાના બેબાક નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહી છે.

ફરી એકવાર, તેણે તેના સોશિયલ એકાઉન્ટ પર હિન્દી સિનેમા વિશે ઘણું લખ્યું છે. આ પહેલા પણ તે બોલીવુડની તમામ સેલિબ્રિટીઓ વિશે ઘણું બોલી ચૂકી છે. હાલમાં જ તેણે એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે સાઉથની ફિલ્મો બીટાઉન પર કેમ છવાયેલી છે? તેણે બોલીવુડના ઘટી રહેલા ક્રેઝ પાછળના કેટલાક કારણોનો ઉલ્લેખ કર્યો છે, જે તે તમારી સામે રજૂ કરી રહી છે.

કંગના રનૌતે સાઉથ ઈન્ડસ્ટ્રીને પસંદ કરવાના જણાવ્યા 3 કારણો
કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા અને યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 (KGF 2) ના લુકને કોલાજ કર્યો છે. આ જ પોસ્ટમાં અભિનેત્રીએ પુષ્પા સ્ટારના વખાણ કર્યા હતા અને સાઉથની કન્ટેન્ટ અને ત્યાંના કલાકારોને આટલી બધી પસંદ કેમ કરવામાં આવે છે તેની માહિતી પણ આપી હતી. કંગનાએ સભ્યતાને પહેલું કારણ જણાવ્યું. બીજું કારણ જણાવતા કહ્યું, તેઓ તેમના પરિવારને પ્રેમ કરે છે અને ખૂબ જ પરંપરાગત છે, પશ્ચિમી નથી. ત્રીજું કારણ જણાવતા કહ્યું, તેમની વ્યાવસાયિકતા અને જુસ્સો યુનિક છે.

કંગનાએ સાઉથના લોકોને બોલિવૂડના લોકો માટે ખાસ સલાહ આપી
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વધતી જતી લોકપ્રિયતાના ત્રણ કારણો આપ્યા બાદ કંગનાએ બોલીવુડ વિશે કડવી વાત કહી. તેણે લખ્યું કે, ‘સાઉથના લોકોએ બોલિવૂડના લોકોને પોતાની જેમ ભ્રષ્ટાચાર ન કરવા દેવો જોઈએ.’ આ ફિલ્મ પણ OTT (Pushpa On OTT) દ્વારા ઘણું પ્રભુત્વ ધરાવે છે અને YouTube પર પણ ઘણી લિંક્સ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *