ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કંગના રનૌત મહારાષ્ટ્રની આગામી મુખ્યમંત્રી હશે -જાણો કોણે આપ્યું નિવેદન

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ છેલ્લા થોડાં મહિનાઓથી પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને કરેલ આત્મહત્યાથી ખુબ જ વિવાદમાં ચાલી રહ્યો છે. આ કેસ સાથે સંબંધિત સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ગઈકાલે જ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આની સાથે જ હાલમાં મુંબઈને ‘મીની પાકિસ્તાન’ સાથે સરખાવનાર સંજય રાઉતને લઈને પણ ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં કંગના રનોતને પણ Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. હાલમાં આને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર મહારાષ્ટ્રમા હાલમાં ઘમાસાન ચાલી રહ્યુ છે. કંગના તેમજ શિવસેનાની વચ્ચે હવે ઈજ્જતની રમત રમાઈ રહેલી છે. બંને પોતાનો પક્ષ વધુ ભારે રાખવા માંગે છે. સુશાંત કેસમાં નિવેદનથી લઈને શરૂ થયેલ વિવાદ હાલમાં એક અલગ જગ્યા પર પહોંચ્યો છે ત્યારે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વાર્માએ પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે.

એમણે કંગનાને મહારાષ્ટ્રનાં આગામી CM કહીને બોલીવુડ પર કટાક્ષ કર્યા છે.અહી ઉલ્લેખનીય છે કે, રામ ગોપાલ વર્માની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. એના પર લોકો કોમેન્ટ પર કરી રહ્યા છે. તો હવે કંગનાને ઘણાં લોકો સમર્થન પણ કરી રહ્યા છે.

કંગના આ વીડિયોમાં જણાવી રહી છે કે, ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે, તે ફિલ્મ માફિયાઓની સાથે મળીને મારું ઘર તોડીને મોટો બદલો લઇ લીધો? આજ મારું ઘર તૂટ્યું છે આવતીકાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે દર વખતે એકસમાન નથી હોતું.

કંગનાએ આ વીડિયોમાં જણાવતાં કહ્યું, મને લાગે છે કે તે મારા પર મોટો ઉપકાર કર્યો છે. કેમ કે મને જાણ હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતી હશે. આજે મને સમજાયું છે તેમજ આજે હું આ દેશને વચન આપું છું કે, હું માત્ર અયોધ્યા પર જ નહીં પરંતુ કાશ્મીર પર પણ ફિલ્મ બનાવીશ તેમજ હું મારા દેશવાસીઓને પણ જાગૃત કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en