મનફાવે તેમ ટ્વીટ કરવાનું અને બેફામ નિવેદન આપવાનું ફરીવાર કંગનાને ભારે પડ્યું, ટ્વીટર દ્વારા એકાઉન્ટ સસ્પેન્ડ

ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત છેલ્લા કેટલાય સમયથી તેની ફિલ્મો અને અભિનય કરતા ટ્વીટર સહિતના સોશ્યલ મીડિયા માધ્યમોમાં બેફામ નિવેદનો માટે જાણીતી બની છે. કેન્દ્રની મોદી…

ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત છેલ્લા કેટલાય સમયથી તેની ફિલ્મો અને અભિનય કરતા ટ્વીટર સહિતના સોશ્યલ મીડિયા માધ્યમોમાં બેફામ નિવેદનો માટે જાણીતી બની છે. કેન્દ્રની મોદી સરકાર કે, ભાજપ વિરુદ્ધ વૈચારીક વિરોધ ધરાવતા પક્ષ કે કોઈપણ વ્યક્તિને ટાર્ગેટ કરીને કંગના પોતાનો અનાપ શનાપ બકવાસ કરવા માટે જાણીતી છે.

ગત 2 તારીખે પ.બંગાળ, અસામ અને પોન્ડિચેરી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો જાહેર થયા. સ્વાભાવિક છે કે આ પાંચ રાજ્યો પૈકી આખાય દેશની નજર પશ્ચિમ બંગાળના પરિણામો તરફ જ વધુ હતી. વડાપ્રધાન, અમિત શાહ સહિત સમગ્ર ભાજપની ટીમ દ્વારા બંગાળમાં ભાજપને બહુમતી અપાવવા ભરચક પ્રયાસો થયા, કોરોનાની પરિસ્થિતિમાં પણ વડાપ્રધાને બંગાળમાં રેલીઓ કરી. પરંતુ પરિણામના દિવસે જ પ.બંગાળની જનતા જાણે મન મનાવીને જ બેઠી હોય તેમ રાજ્યની 292 સીટો પૈકી 210 જેવી એકતરફી બહુમતી મમતા બેનરજીની આગેવાની હેઠળના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને આપી દીધી હતી. તુરણમૂલ કોંગ્રેસે 2011થી 2021 એમ ત્રણવાર બંગાળ સર કરીને જીતની હેટ્રિક લગાવી દીધી.ભાજપને 77 સીટો મળી જે ગત વિધાનસભા કરતા સારું પ્રદર્શન કહી શકાય.

કંગના જાણે ભાજપને બહુમતી ન મળી એ બદલ ઘાંઘી થઈ ગઈ હોય તેમ પરિણામો દરમિયાન ટ્વીટ કર્યું, “બાંગ્લાદેશીઓ અને રોહીંગ્યા મુસ્લિમો એ મમતાના સૌથી મોટા સમર્થક બનીને ઉભરી આવ્યા, ટ્રેન્ડ જોઈને એમ જ લાગી રહ્યું છે કે બંગાળમાં હિંદુઓ ભુમતીમાં બચ્યા નથી.આંકડાઓ જોઈએ તો ખબર પડી શકે છે કે બંગાળના મુસ્લિમો સૌથી વધુ પછાત અને ગરીબ છે જેનો ફાયદો મમતા બેનરજી અને તેમનો પક્ષ લઈ રહ્યા છે.સારું છે કે બંગાળ બીજું કશ્મીર બની રહ્યું છે.”

કંગનાને આવા કોમવાદી નિવેદન બદલ જેવી પ્રસિદ્ધિ જોતી હતી એ તરત જ મળી ગઈ, થોડીવારમાં તેનું ટ્વીટ વાયરલ થઈ ગયું અને ભાજપ તરફી લોકો સપોર્ટમાં રિટવિટ અને કમેન્ટ કરવા લાગ્યા. કેટલાક યુઝર્સ દ્વારા કંગનાના આ ટ્વીટ પર ટ્રોલિંગ પણ થયું અને કેટલાક લોકોએ આ બેજવાબદાર નિવેદનનો વિરોધ પણ કર્યો હતો. ઘણા યુઝર્સ દ્વારા વાંધો ઉઠાવાયો હતો કે, ચૂંટણીપંચ દ્વારા નિષ્પક્ષ રીતે કરાયેલ ચૂંટણીમાં જનતાએ તેનો ચુકાદો આપ્યો ત્યારે પોતાના પ્રિય પક્ષને બહુમતી ન મળે અને આવું ટ્વીટ કરવું એ યોગ્ય નથી.

મળતી માહિતી મુજબ, કંગનાનું ટ્વીટર એકાઉન્ટ જે એવું કહેવાય રહ્યું છે કે કંગનાની ટીમ દ્વારા સંચાલિત છે તેને ટ્વીટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.માટે, હાલ પૂરતા તો પોતાની ફિલ્મો કરતા ભળતી પબ્લિસિટી માટે કુખ્યાત કંગના ટ્વીટર ઉપર પોતાની ભડાશ કાઢી શકે તેવી પરિસ્થિતિમાં રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *