ફિલ્મ જગત સ્તબ્ધ: સાઉથના સુપર સ્ટાર અભિનેતા પુનીત રાજકુમારનું નિધન

Published on: 2:56 pm, Fri, 29 October 21

દુઃખદ સમાચાર: સાઉથના સુપર સ્ટાર(Southern superstar) કહેવાતા અભિનેતા પુનીત રાજકુમાર(Puneet Rajkumar)નું આજરોજ અવસાન થયું છે. પુનીત રાજકુમારને હાર્ટ એટેક(Heart attack) આવ્યા બાદ તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે ક્રિકેટર વેંકટેશ પ્રસાદે(Cricketer Venkatesh Prasad) ટ્વિટર પર ટ્વીટ કરીને તેમના મૃત્યુની માહિતી આપી છે. અભિનેતાએ 46 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના અવસાન બાદ રાજ્યમાં રજા પણ જાહેર કરવામાં આવી છે.

પુનીત રાજકુમારની તબિયતને લઈને શુક્રવારે તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, પહેલા તેમને છાતીમાં દુખાવો થયો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જેને હાર્ટ એટેક થયા હોવાનું જાણકારી મળી છે. હવે ક્રિકેટર વેંકટેશે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમનું નિધન થઈ ગયું છે. ક્રિકેટરે લખ્યું, ‘ખૂબ જ દુઃખની વાત છે કે અભિનેતા પુનીત રાજકુમાર નથી રહ્યા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.” આ સાથે, તેણે ચાહકોને શાંતિ જાળવવા અને તેમના પરિવારને ટેકો આપવા પ્રાર્થના કરી.

અભિનેતા પુનીતને ચાહકો અપ્પુ કહીને બોલાવતા હતા. તે દિગ્ગજ અભિનેતા રાજકુમાર અને પર્વતથામાંનો પુત્ર છે. તેણે 29 થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. તેમની ફિલ્મનું નામ ‘બેટ્ટાડા હુવુ’ હતું, જે 1985માં રિલીઝ થઈ હતી. એટલું જ નહીં, તેણે ચાલીસુવા મોડાગાલુ અને યેરાડુ નક્ષત્રગાલુમાં તેના અભિનય માટે કર્ણાટક રાજ્ય પુરસ્કારમાં શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ જીત્યો.

પુનીત 2002માં દેશભરમાં અપ્પુના નામથી ફેમસ થયો હતો. તેને આ નામ ચાહકોએ આપ્યું હતું. તે ‘અભી’, ‘વીરા કન્નડીગા’, ‘અજય’, ‘અરસુ’, ‘રામ’, ‘હુદુગરુ’ અને ‘અંજની પુત્ર’ જેવી પ્રખ્યાત ફિલ્મો માટે જાણીતા છે. તે છેલ્લે ફિલ્મ ‘યુવારાથના’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.