15 વર્ષની છોકરીની આંખમાંથી નીકળે છે કાંકરા, જાણીને ડોકટરો આશ્ચર્યચકિત થઇ ગયા

કન્નૌજ(Kannauj): કન્નૌજ જિલ્લાના ગુરસહાયગંજ(Gursahayganj) કોતવાલી(Kotwali) વિસ્તારના ગાડિયા વલીદાદપુર(Walidadpur) ગામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગામની એક કિશોરીએ દાવો કર્યો છે કે, તેની એક આંખમાંથી…

કન્નૌજ(Kannauj): કન્નૌજ જિલ્લાના ગુરસહાયગંજ(Gursahayganj) કોતવાલી(Kotwali) વિસ્તારના ગાડિયા વલીદાદપુર(Walidadpur) ગામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગામની એક કિશોરીએ દાવો કર્યો છે કે, તેની એક આંખમાંથી પથ્થરના ટુકડા(Pieces of stone from the eye) નીકળે છે, જેના કારણે તેની આંખ લાલ રહે છે. પિતાનું કહેવું છે કે, 17 જુલાઈથી દીકરી સાથે આવું થઈ રહ્યું છે. જ્યારે ડોક્ટરોને બતાવવામાં આવ્યુ ત્યારે તેઓએ દીકરીને પાગલ જાહેર કરી દીધી.

જણાવી દઈએ કે ગુરસાહેગંજ કોતવાલી વિસ્તારના ગડિયા વલીદાદપુર ગામની રહેવાસી 15 વર્ષીય ચાંદનીનો દાવો છે કે, તેની એક આંખમાંથી પથ્થરના ટુકડા નીકળે છે, જેના કારણે આંખ લાલ રહે છે. તેને ઘણી પીડા પણ થાય છે. દીકરીની આ સમસ્યાથી તેના માતા -પિતા પણ ખૂબ ચિંતિત છે. ચાંદનીના પિતા મુસ્તાકનું કહેવું છે કે, 17 જુલાઈથી તેમની દીકરી સાથે આવું થઈ રહ્યું છે. દરરોજ ડાબી આંખમાંથી પત્થરો નીકળે છે.

પિતા મુશ્તાકે જણાવ્યું કે, તેમણે સીતાપુર, રોહિલખંડ અને બરેલી સહિત અનેક સ્થળોએ દીકરી ચાંદનીની આંખની સારવાર કરાવી. પરંતુ, કોઈ ફાયદો થયો નહીં. એટલું જ નહીં, ડોક્ટરોએ ચાંદનીને પાગલ પણ જાહેર કરી. તે જ સમયે, કેટલાક ડોકટરો આ રોગ વિશે મૂંઝવણમાં છે કે તે કયા પ્રકારનો રોગ છે.

કિશોરી ચાંદનીએ જણાવ્યું કે, 17 જુલાઈથી ડાબી આંખમાંથી કાંકરા નીકળી રહ્યા છે. તેના પરિવારે બરેલીમાં એક ડોક્ટરને બતાવ્યુ હતું. પણ ત્યાં ડોક્ટરે તેને પાગલ જાહેર કરી અને કહ્યું કે છોકરી પોતે તેની આંખમાં પથ્થર નાખે છે. જ્યારે તેણે સીતાપુરમાં બતાવ્યું, ત્યાંના ડોક્ટરે પણ કહ્યું કે છોકરી પાગલ છે. ત્યાં ડોક્ટરે પાગલો વાળી દવા આપી દીધી. તેણે તે દવા લીધી નહી, કારણ કે તે પાગલ નથી.

ચાંદનીએ કહ્યું કે, જ્યારે પથ્થર પલક પાસે આવે છે ત્યારે જ પીડા થાય છે. આ પત્થરો અંદરથી આવે છે, તે જાણી શકાતું નથી. પીડા લગભગ 15 થી 20 મિનિટ સુધી રહે છે. ચાંદનીએ કહ્યું કે શરૂઆતમાં માત્ર બે કે ત્રણ જ બહાર આવતા હતા, પરંતુ હવે બે-ત્રણ દિવસથી લગભગ 15 પત્થરો બહાર આવે છે. આ પત્થરો ગમે ત્યારે બહાર આવે છે. તેમણે કહ્યું કે, પથ્થરો માત્ર દિવસ દરમિયાન જ બહાર આવે છે રાત્રે નહીં. બીજી બાજુ, નેત્ર ચિકિત્સક ડો.એપી સિંહ કહે છે કે તબીબી વિજ્ઞાનમાં આંખમાંથી પથરી કાઢવી શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *