ભયંકર અક્સ્માતનો LIVE વિડીયો: જો આ ઘટના કેમેરામાં કેદ ના થઇ હોત તો, કોઈ માનવા તૈયાર જ ન થાત!

કાનપુર દિલ્હી નેશનલ હાઇવે પર ફરી એકવાર હાઈ સ્પીડની ઘટના જોવા મળ્યો હતો. હાઈવે પર ઓવરટેક કરતી વખતે, પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારતાં ઝડપી કાર…

કાનપુર દિલ્હી નેશનલ હાઇવે પર ફરી એકવાર હાઈ સ્પીડની ઘટના જોવા મળ્યો હતો. હાઈવે પર ઓવરટેક કરતી વખતે, પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારતાં ઝડપી કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી. આ અકસ્માત જોઇને ત્યાંથી પસાર થતા લોકોની ચીસો નીકળી ગઈ હતી.

લોકોએ આ ઘટનાની જાણ તાત્કાલિક 112 પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળ પર 112 ડાયલ સહિત સાચેંડી પોલીસ મથક પણ પહોંચી અને ઘટનામાં ઘાયલ ટેમ્પો ચાલક તેમજ કાર ચાલકને બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ વીડિયો ધ્યાનથી જુઓ, જેમાં તમામ વાહનો તેમની ગતિથી આગળ વધી રહ્યા છે. આ દરમિયાન, વાદળી કાર તેનું સંતુલન ગુમાવતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી. ત્યારબાદ ટેમ્પો પલટાયો અને પછી અનિયંત્રિત કાર રસ્તાની બાજુના ડિવાઇડર સાથે અથડાઇ હતી.

રાહતની વાત છે કે, પાછળથી આવતી સફેદ રંગની કાર સમયસર બ્રેક લગાવી ન હોત તો ઘણા વાહનો એક બીજા સાથે ટકરાઈ ગયા હોત. ટક્કર બાદ ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પોમાં હાજર ડ્રાઇવરને લોકોની મદદથી બહાર કાઢ્યો હતો. જોકે, જે સમયે ટેમ્પો ટકરાયો ત્યારે એક પણ મુસાફર ગાડીમાં હાજર ન હતો. ડિવાઈડરની સાથે ટક્કર લાગતા કાર ચાલક તેમાં ફસાઇ ગયો હતો, જેને મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસે કહ્યું હતું કે, આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. બંને ડ્રાઇવરોને ઇજાઓ પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસને ફરિયાદ પત્ર મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *