કારેલાનું શાક તો બધા જ બનાવતા હશે, પરંતુ પંચરત્ન કારેલાનું શાક બનાવવાથી આવશે ડબલ સ્વાદ

કારેલા સ્વાદમાં કડવા હોવાના કારણે મોટાભાગે દરેક લોકો ને કારેલાનું શાક ભાવતું નથી. પરંતુ કારેલાંનું શાક હેલ્થ માટે ખૂબજ લાભદાયક છે. સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ જડમૂળમાંથી…

કારેલા સ્વાદમાં કડવા હોવાના કારણે મોટાભાગે દરેક લોકો ને કારેલાનું શાક ભાવતું નથી. પરંતુ કારેલાંનું શાક હેલ્થ માટે ખૂબજ લાભદાયક છે. સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ જડમૂળમાંથી મટાડે છે કારેલાં, પણ કારેલાના કડવા સ્વાદના કારણે લોકો તેનાથી દૂર ભાગે છે. આજે અમે તમારા માટે કારેલાનું શાક બનાવવા માટે કાજુ કારેલા ની નવી રેસિપી લાવ્યા છીએ જેનાથી કારેલાનું શાક કડવું નહીં લાગે. કાજુ કારેલા નું શાક ઘરના દરેક લોકો હોંશે-હોંશે ખાશે.

જરૂરી સામગ્રી:

250 ગ્રામ કારેલા, બે નંગ કાચા કેળા , તેલ પ્રમાણસર , 50 ગ્રામ સિંગદાણા , 50 ગ્રામ કાજુ , 50 ગ્રામ દ્રાક્ષ , 50 ગ્રામ કાળી દ્રાક્ષ , 25 ગ્રામ તલ, અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણાજીરું, 50 ગ્રામ બુરુ ખાંડ, 25 ગ્રામ કોપરાનું છીણ, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન વાટેલા લીલા મરચા, 1 ટીસ્પૂન મરચું, મીઠું પ્રમાણસર

પંચરત્ન કારેલાનું શાક બનાવવાની રીત:

સૌપ્રથમ કારેલાની છાલ કાઢીને લાંબી લાંબી ચિપ્સ કરી નાખવી. ત્યારબાદ આ કારેલાની ચિપ્સમાં મીઠું ભેળવવું. કેળાની છાલ કાઢીને કારેલા જેવી ચિપ્સ કરી નાખવી. કારેલા અને કેળાની ચિપ્સ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તળવી. સીંગદાણા પલાળી દેવા.

એક કડાઈમાં થોડું તેલ મૂકીને ગરમ કરવું. ત્યારબાદ આ ગરમ તેલમાં કાજુ, દ્રાક્ષ, સિંગ દાણા, કાળી દ્રાક્ષ વગેરે 2 મિનિટ સુધી સાંતળવું. ત્યારબાદ તેમાં હળદર, ધાણાજીરૂ, બુરૂ ખાંડ, કોપરાનું છીણ, ગરમ મસાલો નાખી બરાબર રીતે સાંતળવુ.

બીજી એક કડાઈમાં થોડું તેલ લઇ તેમાં લીલા મરચા નો વઘાર કરો. અને ત્યારબાદ તેમાં તલ, મરચું અને મીઠું પ્રમાણસર નાખો. ત્યારબાદ કાજુ, દ્રાક્ષ, સીંગદાણા અને કાળી દ્રાક્ષ નું મિશ્રણ તેમાં મિક્સ કરો. ત્યાર બાદ તેમાં કારેલા અને કેળાની ચિપ્સ નાખીને બરાબર હલાવો. બે મિનિટ સુધી ગરમ થવા દો. ત્યારબાદ તેના ઉપર કોપરાનું છીણ ભભરાવીને ગરમ ગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *