કારગીલ વિજય દિવસ: અક્ષયકુમારે શેર કર્યો તેરી મીટ્ટી ગીત ગાતા જવાનો નો વિડીયો, જુઓ..

અક્ષયકુમારે કારગીલ વિજય દિવસ ઉપર ભારતીય સેનાના જવાનોને સલામ કરતાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સૈનિક અક્ષયની ફિલ્મ કેસરી નું તેરી મીટ્ટી ગીત…

અક્ષયકુમારે કારગીલ વિજય દિવસ ઉપર ભારતીય સેનાના જવાનોને સલામ કરતાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સૈનિક અક્ષયની ફિલ્મ કેસરી નું તેરી મીટ્ટી ગીત ગાતા નજરે આવી રહ્યા છે.

અક્ષય લખ્યું છે કે આ વિડીયો એ મારો દિવસ બનાવી દીધો. જ્યારે તમારું નાનું યોગદાન લોકો સુધી પહોંચે છે ત્યારે તે હકીકતમાં પૂરું થાય છે. આ સિવાય બીજું શું જોઈએ. આપણા ભારતના વીરો ને લાખો સલામ.

ભારત ના વીર માટે છે સક્રિય.

અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં ભારત ના વીર નો ઉલ્લેખ કર્યો છે. ભારતના વીર ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ એક ટ્રસ્ટ છે જેના ટ્રસ્ટી માં થી અક્ષય કુમાર પણ એક છે. તેનો ઉદ્દેશ સી એ પી એફ ના જવાનોને અને તેના પરિવાર વાળાઓને મદદ પહોંચાડવાનો છે. જેમાં દેશના સામાન્ય નાગરિકો પણ સરળતાથી મદદ કરી શકે છે.અક્ષય આ પોસ્ટ એ દિવસે કરી જે દિવસે 1999માં ભારતીય સેનાએ કારગીલ ઉપર વિજય મેળવ્યો હતો.

નવા ભારત કુમાર છે અક્ષય.

ખિલાડી થી ભારત કુમાર સુધીનો પથ કાપવામાં અક્ષયકુમારે ઘણી ફિલ્મો કરી છે. અબ તુમારે હવાલે વતન સાથીઓ, હોલીડે, બેબી જેવી ઘણી ફિલ્મોના કારણે તેમને ભારત કુમાર નો ખિતાબ મળી ચૂક્યો છે. અક્ષયની છેલ્લી ફિલ્મ હતી, જેમાં સારાગઢી ના યુદ્ધ ના હવાલદાર ઈસરસિંહ નો રોલ નિભાવ્યો હતો.આગળની ફિલ્મ મિશન મંગલ છે જે ભારતના માર્ચ ઓર્બિટર મિશન ની સફળતા ની વાર્તા છે. મિશન મંગલ ને 15 ઓગસ્ટના દિવસે રિલીઝ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *