જન્મદિવસના દિવસે જ આ યુવાને લીધા અંતિમશ્વાસ, ક્રિકેટ રમીને ઘરે આવતા બે મિત્રોના કેનાલમાં ડૂબતા થયા કરુણ મોત

Published on Trishul News at 4:53 PM, Sat, 8 May 2021

Last modified on May 8th, 2021 at 4:53 PM

હાલમાં એક એવું દુ:ખદ ઘટના સામે આવી છે જેમાં બે પરિવારના જુવાનજોધ દીકરા કેનાલમાં નહાવા પડ્યા અને ડૂબી ગયા, આખરે બંનેનું મોત થયું. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મરનાર બંને યુવકો પાક્કા દોસ્તાર હતા. એક મિત્રની બહેનના બીજા મિત્રના મોટા ભાઈ સાથે 13મી તારીખે લગ્ન હતા. વિધિની વક્રતા કહો કે કહો નિયતીની ક્રૂરતા પરંતુ આ ઘટનાએ બે પરિવારની જિંદગી વેરવિખેર કરી નાખી છે.

આ ઘટનાની વિગતો એવી છે કે, દેશના હરયાણા રાજ્યમાં આવેલા કરનાલ જિલ્લામાં આવર્ધન નહેર પસાર થાય છે. અહીંયા દીપક અને હિમાંશુ નામના બંને પાક્કા દોસ્તારોના ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, આગામી 13મી મેના રોજ દીપકની બહેનના હિમાંશુના મોટા ભાઈ સાથે લગ્ન થવાના હતા.

લૉકડાઉનની સ્થિતિ અને ઘરમાં લગ્ન પ્રસંગ, કંટાળેલા બંને મિત્રો પહેલાં ક્રિકેટ રમવા ગયા અને ત્યારબાદ કાળ પોકારતો હોય એમ મધુબનની નહેરમાં ન્હાવા માટે ગયા. નહેરમાં લટકાવેલા દોરડા થકી પહેલાં દીપક નહાવા માટે કૂદ્યો પરંતુ પાણીના પ્રવાહમાં તેનું સંતુલન વિખાયું અને તે ડૂબવા લાગ્યો. આ દરમિયાન દીપકને બચાવવા માટે હિમાંશું ગયો પરંતુ તે પણ તણાય ગયો હતો.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, જે દિવસે નહેરમાં બંને મિત્રો ડૂબ્યા એ દિવસે દીપકનો જન્મદિવસ હતો. આમ દીપકનો જન્મદિવસ જ મૃત્યુદિન બન્યો, જ્યારે બે દિવસ બાદ શુક્રવારે મૃતદેહ મળ્યા તે દિવસે હિમાંશુનો જન્મદિવસ હતો. દીપકની બહેન અને હિમાંશુનો ભાઈ સપ્તપદીનાં સાત ફેરા ફરે તે પહેલાં જ બંને યુગલોએ પોતાના ભાઈ ગુમાવી દીધા. નવવધુ શોળે શણગાર સજે એ પહેલાં જ લગ્નવાળા ઘરમાં માતમ છવાઈ ગયો હતો.

પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈને દીપક અને હિમાંશુના મૃતેદહનો કબ્જો મેળવવામાં આવ્યો છે. ત્યારબાદ આશાસ્પદ યુવકોનાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. લગ્નના સારા પ્રસંગની ખુશીઓમાં બે-બે જુવાનજોધ લોહીનાં મોતથી બે પરિવારની ખુશીઓ વેરવિખેર થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જન્મદિવસના દિવસે જ આ યુવાને લીધા અંતિમશ્વાસ, ક્રિકેટ રમીને ઘરે આવતા બે મિત્રોના કેનાલમાં ડૂબતા થયા કરુણ મોત"

Leave a comment

Your email address will not be published.


*