કર્ણાટક સંકટ વચ્ચે બીજેપીએ કહ્યું: અમે સરકાર બનાવવા માટે ગયા, યેદુરપ્પા હશે મુખ્યમંત્રી..

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર લઘુમતી માં આવવાની સંભાવના વધી ગઇ છે. શનિવારે કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ ધારાસભ્ય…

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર લઘુમતી માં આવવાની સંભાવના વધી ગઇ છે. શનિવારે કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ ધારાસભ્ય માં કોંગ્રેસના આઠ અને જેડીએસના ત્રણ ધારાસભ્યો સમાવિષ્ટ છે. ન્યુઝ એજન્સી એએનઆઈ મુજબ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ આ મામલે કહ્યું છે કે ધારાસભ્યોને લાગ્યું છે કે હા પાર્ટી છોડવાનો સૌથી સારો સમય છે. ધારાસભ્યોને અનુભવો હોય છે કે પોતાના વિધાનસભા ક્ષેત્ર અને રાજ્યની ભલાઈ માટે તેઓનું પોતાના પદ ઉપર રહેવું સાચું છે. આને લઈને ધારાસભ્ય રાજીનામું આપ્યું હશે.

સદાનંદ ગૌડાએ કર્ણાટકમાં ભાજપની સરકાર બનાવા ઉપર સવાલ કર્યો છે કે પ્રદેશમાં રાજ્યપાલ નું સૌથી મોટું આધિકારિક પદ છે. જો તે સંવેધાનિક જનાદેશ ઉપર અમને બોલાવે છે તો અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ. અમે રાજ્યની સૌથી મોટી પાર્ટી છીએ અને અમારી સાથે ૧૦૫ ધારાસભ્યો છે. જણાવી દઈએ કે રાજ્ય વિધાનસભા ના સ્પીકર રમેશ કુમારે કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યો ન્યુ રાજીનામું તેમની ઓફિસમાં આવી ગયું છે. તેઓ હાલમાં રજા ઉપર છે અને તેઓ આ મામલે સમગ્ર જાણકારી સોમવારે ઓફિસ જઈને આપશે.

કર્ણાટકમાં સરકાર બનવા ઉપર સીએમના સવાલ ઉપર સદાનંદ ગૌડાએ કહ્યું કે જો રાજ્યમાં બીજેપીની સરકાર બને છે તો યેદુરપ્પા મુખ્યમંત્રી હશે. તેમજ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટક કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ બેંગ્લોર થી દિલ્હી જવા રવાના થયા છે. તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી દેશની બહાર છે, જણાવી દઈએ કે કુમાર સ્વામી રવિવારે કર્ણાટકમાં આવશે તેવી આશા છે.દાવો કરવામાં આવી રહ્યો છે .

આ ધારાસભ્ય રાજીનામા આપ્યા છે.

1. પ્રતાપ ગૌડા પાટીલ, કોંગ્રેસ.

2. શિવરામ હેબાર, કોંગ્રેસ.

3. રમેશ જારખોલી, કોંગ્રેસ.

4. ગોપાલા, જે ડી એસ.

5. મહેશ કુમાતી હાલી, કોંગ્રેસ.

6. એચ.વિશ્વનાથ, જે ડી એસ.

7. નારાયણ ગૌડા, કોંગ્રેસ.

8. Bc પાટીલ, કોંગ્રેસ.

9. રામલિંગા રેડી, કોંગ્રેસ.

10. સોમ્યા રેડી, કોંગ્રેસ.

11. બી સુરેશ, કોંગ્રેસ

12.મુનીરથના, કોંગ્રેસ.

આ તમામ ધારાસભ્યોએ રાજીનામા રાજ્યપાલ ની ઓફિસમાં પહોંચાડ્યા છે. જેથી કર્ણાટકની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. મેં ભાજપા ને પોતાની સરકાર બનાવવાનો અવસર પ્રદાન કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *