કર્ણાટકમાં કોંગ્રેસ જીત તરફ અગ્રેસર: પ્રધાનમંત્રીએ 20 વાર ધક્કા ખાધા તોય ભાજપ ભૂંડી રીતે હાર્યું! કોના માથે હારનું ઠીકરું ફોડશે ભાજપ? ?

Karnataka Assembly Election Results 2023 Live Updates કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના (Karnataka Assembly Election Results 2023 Live Updates) પરિણામો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી…

Karnataka Assembly Election Results 2023 Live Updates

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના (Karnataka Assembly Election Results 2023 Live Updates) પરિણામો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહી છે. સીએમ બસવરાજ બોમ્માઈએ હાર સ્વીકારી છે અને કહ્યું છે કે, પીએમથી લઈને તમામ કેડર સુધીના દરેકના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ભાજપનું પ્રદર્શન ધાર્યા અનુસાર રહ્યું નથી. બીજી તરફ કોંગ્રેસ કોને સીએમ બનાવશે તેના પર તમામની નજર છે.

કોંગ્રેસ 132 સીટો પર આગળ રહીને જીત તરફ આગળ વધી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું, “ચૂંટણીના પરિણામો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા ની વિરુદ્ધમાં જનાદેશ છે. પીએમ 20 વખત કર્ણાટક આવ્યા છે; ભૂતકાળમાં કોઈ પણ PMએ આ રીતે પ્રચાર કર્યો નથી”.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 19 જાહેર સભાઓ અને છ રોડ શો કર્યા હોવા છતાં ભાજપની હાર થઈ છે. ભાજપના કેન્દ્રીય પ્રધાનો અને મુખ્ય પ્રધાનોએ પણ ઝંપલાવ્યું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી મોટા ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલી બસવરાજની સરકારને બચાવી ના શક્યા.

કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર 70 ટકા મતો મેળવીને કનકપુરા બેઠક પરથી જીત્યા છે, જ્યારે શિગગાંવ મતવિસ્તારમાં હાલના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જીત મેળવી છે.

Karnataka Election Analysis વિસ્તાર અનુસાર એનાલીસીસ:

રાજધાની બેંગ્લોરમાં ભાજપ કરતાં કોંગ્રેસ વધુ સીટો પર આગળ છે. જેડીએસના કારણે ભાજપને આ વખતે થોડી વધુ બેઠકો મળી રહી છે.

કલ્યાણ કર્ણાટક ની વાત કરીએ તો કોંગ્રેસને ભાજપ પર 26- 10ની લીડ છે. તેણે ત્યાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે.

કિત્તુર કર્ણાટકમાં કોંગ્રેસને ભાજપ પર 32-15ની લીડ છે. તેને ત્યાં મોટો ફાયદો થયો છે.

દક્ષિણ કર્ણાટકમાં જ્યાં કોંગ્રેસે JDS અને BJP બંનેની સરખામણીએ મોટો ફાયદો મેળવ્યો છે.

દરિયાકાંઠાનો પ્રદેશ એવો છે કે જ્યાં ભાજપ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, પરંતુ તે ત્યાં ભાજપે થોડી બેઠકો ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *