‘સરકારી નોકરી મેળવવા છોકરીઓને કોઈની સાથે સૂવુ પડે છે’ -ધારાસભ્યના ગંભીર આરોપથી રાજકારણમાં ખળભળાટ

કર્ણાટક(Karnataka) પ્રદેશ કોંગ્રેસ(Congress) સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયાંક ખડગે(Priyank Kharge)એ શુક્રવારે ભાજપ(BJP)ની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા અને સરકાર પર ગંભીર આરોપો…

કર્ણાટક(Karnataka) પ્રદેશ કોંગ્રેસ(Congress) સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયાંક ખડગે(Priyank Kharge)એ શુક્રવારે ભાજપ(BJP)ની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા અને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા. ખડગેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે પુરુષોએ લાંચ આપવી પડે છે જ્યારે યુવતીઓએ કોઈની સાથે સૂવું પડે છે.

ખડગેએ ભરતી કૌભાંડોમાં ન્યાયિક તપાસ અથવા વિશેષ તપાસ ટીમ (SIT)ની માંગ કરી હતી અને સરકારને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની માંગ કરી હતી. વિવિધ પદો પર ભરતીમાં ભ્રષ્ટાચારમાં ભાજપની કથિત સંડોવણીનું વર્ણન કરતાં ખડગેએ કહ્યું, “સરકારે આ પદો વેચવાનો નિર્ણય કર્યો છે. જો યુવતીઓને સરકારી નોકરી જોઈતી હોય તો તેમને કોઈની સાથે સૂવું પડે છે. સરકારી નોકરી માટે પુરુષોએ લાંચ આપવી પડે છે. એક મંત્રીએ યુવતીને નોકરી માટે પોતાની સાથે સુવા કહ્યું હતું. કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું અને આ મારા શબ્દોનો પુરાવો છે.

તેમણે કહ્યું કે, કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (KPTCL) એ મદદનીશ ઈજનેર, જુનિયર ઈજનેર અને સિવિલ એન્જિનિયર સહિત કુલ 1,492 જગ્યાઓની ભરતી કરી છે. મીડિયા સાથે વાત કરતા ખડગેએ કહ્યું, “બ્લુટૂથનો ઉપયોગ કરીને પરીક્ષા લખનાર ઉમેદવારની ગોકાકમાં ધરપકડ કરવામાં આવી હતી. મારી પાસે જે માહિતી છે તે મુજબ, સંભવ છે કે કુલ 600 પોસ્ટ માટે ડીલ કરવામાં આવી હોય. એવી શંકા છે કે તેઓ આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે રૂ. 50 લાખ અને જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે રૂ. 30 લાખ લીધા હતા. માત્ર આમાં રૂ. 300 કરોડની ઉચાપત થઈ હોવાની શક્યતા છે.

રાજ્ય સરકારને પ્રશ્ન:
કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ‘દરેક ભરતી પરીક્ષામાં ગેરરીતિ થાય તો ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓ ક્યાં જાય? ગુનેગારો અને વચેટિયાઓ જાણે છે કે કૌભાંડ પ્રકાશમાં આવશે તો પણ તેમને કંઈ થશે નહીં. સરકાર લગભગ 3 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. જેઓએ KPTCLની જગ્યાઓ માટે અરજી કરી છે. તેમણે કહ્યું કે ઉમેદવારો એવા લોકોથી ખૂબ નારાજ છે જેમણે 40 ટકા કમિશન માટે પદ્ધતિથી વેપાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *