ભાજપ સરકાર આ જગ્યાએ આપશે નાના ધંધાદારીઓને 5000 રૂપિયા, ખેડૂતોને 25000

Published on Trishul News at 4:58 PM, Thu, 7 May 2020

Last modified on May 7th, 2020 at 7:41 PM

કર્ણાટક સરકારે કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે પરેશાન લોકોને રાહત આપવામાટે 1,610 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ખેડૂત, લઘુ, કુટીર અને મધ્યમ ઉપક્રમો (MSME), ફૂલોની ખેતી કરનારા, ધોબી, નાઇ, ઓટો અને ટેક્સી ચાલકો સહિત અન્યને ધ્યાનમાં રાખતા રાહત પેકેજની જાહેરાત કરી છે. કર્ણાટક સરકારે 11 ટકા આવકારી/ ઉત્પાદ શુલ્ક વૃદ્ધિની જાહેરાત કરી છે, જે બજેટમાં જાહેર છ ટકાની વૃદ્ધિથી વધુ છે.

આ રાહત પેકેજ હેઠળ ફૂલની ખેતી કરનારાઓને પ્રતિ હેક્ટર 25,000 રૂપિયાની રાહત મળશે. ધોબી અને નાઇઓને 5 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે. ઓટો અને ટેક્સી ચાલકોને 5 હજાર રૂપિયા આપવામાં આવશે. નિર્માણ શ્રમિકોને 3 હજાર રૂપિયા મળશે, તેમણે પહેલા 2 હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવી ચુકી છે.

કોરોના ને કારણે વાણંદ અને ધોબી જેવા વ્યવસાયકારોને ખૂબ નુકસાન થયું છે, જેથી અંદાજે 60,000 ધોબી અને 2,30,000 વાણંદને 5-5 હજાર રૂપિયાનું એક વખત વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સાત લાખ 75 હજાર ઓટો અને ટેક્સી ડ્રાઈવરોને પણ 5-5 હાજર રૂપિયા મળશે.

યેદીયુરપ્પાએ કહ્યું છે કે બંધને કારણે એમ.એસ.એમ.ઈ.ને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેને ફરીથી પાટા પર લાવવા માટે સમય લાગશે. એમ.એસ.એમ.ઈ ના બે મહિનાના નિશ્ચિત વીજળી બિલ માફ કરી દેવામાં આવશે. મોટા ઉદ્યોગોના બે મહિનાના વીજળી બિલ પર વ્યાજ અને દંડ માફ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી દરેક વર્ગના ઉપભોક્તાઓને વીજળી બિલમાં રાહત આપવાની ઘોષણા કરી છે.

આ ઉપરાંત સરકારે ડીબીટી ના માધ્યમથી નિર્માણ કર્મચારીઓને ત્રણ-ત્રણ હજાર રૂપિયા વધુ મોકલવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ રાહત પેકેજ માં કુલ 1,610 કરોડ રૂપિયા વપરાશે. જેથી લોકડાઉનના કારણે પ્રભાવિત થયેલ લોકોને લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "ભાજપ સરકાર આ જગ્યાએ આપશે નાના ધંધાદારીઓને 5000 રૂપિયા, ખેડૂતોને 25000"

Leave a comment

Your email address will not be published.


*