રાજ્યની આ કોલેજમાં થયો કોરોના બ્લાસ્ટ, એક સાથે 66 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા હાહાકાર- બે હોસ્ટેલ સીલ

કર્ણાટક(Karnataka)ની SDM મેડિકલ કોલેજ(Medical College)માં 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ(Corona positive) મળી આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બન્યા હોવાથી વહીવટીતંત્ર ચિંતિત છે. પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી…

કર્ણાટક(Karnataka)ની SDM મેડિકલ કોલેજ(Medical College)માં 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ(Corona positive) મળી આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બન્યા હોવાથી વહીવટીતંત્ર ચિંતિત છે. પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને કોલેજ બિલ્ડિંગની બે હોસ્ટેલને સીલ(Two hostel seals) કરી દીધી છે. આ કોલેજમાં કુલ 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

કર્ણાટકની મેડિકલ કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતા જ મેડિકલ કોલેજ દ્વારા તમામનને કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 300 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી છે અને તેમાં 66 સંક્રમિત જોવા મળ્યા છે. આ પહેલા પણ અનેક શાળા-કોલેજોમાં કોરોના બોમ્બ ફૂટ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરની એક શાળામાં 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

તેલંગાણામાં પણ એક શાળામાં 28 વિદ્યાર્થીનીઓ કોરોનાનો શિકાર બની હતી. અન્ય ઘણા રાજ્યોની શાળાઓમાંથી પણ આવા જ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઓડિશામાં પણ બાળકોમાં કોરોનાનો ફેલાવો ઝડપથી થતો જોવા મળી રહ્યો છે. ત્યાં 53 શાળાના વિદ્યાર્થીઓ અને 22 મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં, કોરોનાની ત્રીજી લહેર દસ્તક નથી આપી, પરંતુ બાળકો અને વિદ્યાર્થીઓમાં કોરોનાનો ઝડપથી ફેલાવો થાય છે તે સારા સંકેતો આપી રહ્યા નથી. જ્યારથી દરેક રાજ્યએ શાળા-કોલેજો ખોલવાનું શરૂ કર્યું છે ત્યારથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે હવે બાળકોને પણ રસી આપવી જોઈએ.

હાલ સરકાર દ્વારા રચાયેલી સમિતિ તેના પર વિચાર કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષે જાન્યુઆરીથી બીમાર બાળકોને પ્રથમ રસી આપવામાં આવી શકે છે. આ પછી માર્ચથી દરેક બાળકને રસી આપવાનું શરૂ કરી શકાય છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સરકાર દ્વારા બનાવવામાં આવેલી સમિતિ ઘણી આગળ વધી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *