એક જ પરિવારના 6 લોકોને મળ્યું ધ્રુજાવી દેતું મોત- જાણો એવું તો શું થયું?

કર્ણાટક(Karnataka)ના યાદગીર(Yadgiri) જિલ્લામાં એક માર્ગ અકસ્માત(Accident)માં બે મહિલાઓ અને એક છ મહિનાના શિશુ સહિત એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છે. પોલીસ દ્વારા આ…

કર્ણાટક(Karnataka)ના યાદગીર(Yadgiri) જિલ્લામાં એક માર્ગ અકસ્માત(Accident)માં બે મહિલાઓ અને એક છ મહિનાના શિશુ સહિત એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છે. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે જિલ્લાના ગુરમિતકલ તાલુકાના અરકેરા ગામ પાસે થયો હતો. જોકે આ અકસ્માતમાં ત્રણ વર્ષનો બાળક બચી ગયો હતો. ઘાયલ છોકરાને સારવાર માટે કલબુર્ગીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ગોઝારા અકસ્માતમાં એક સાથે 6 લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી છે. જયારે એક બાળકનો જીવ બચી ગયો હતો. જેને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો ભુક્કો બોલી ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર અને સામાનથી ભરેલા વાહન વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત થવા પામ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાનો પરિવાર તેલંગાણાની એક દરગાહમાં ધાર્મિક વિધિઓ કરીને યાદગીર જિલ્લામાં પરત ફરી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા લોકો રાયચુર જિલ્લાના લિંગાગુર તાલુકાના હુટ્ટી ગામના રહેવાસી હતા.

બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. યાદગીરના પોલીસ અધિક્ષક સી બી વેદમૂર્તિ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે ગુરમિતકલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *