મહિન્દ્રાના શોરૂમમાંથી ખેડૂતને ગરીબ સમજીને કાઢી મુકવામાં આવ્યો, તો 30 જ મીનીટમાં ઘરે લઇ આવ્યો નવી BOLERO

Published on Trishul News at 12:57 PM, Thu, 3 February 2022

Last modified on February 3rd, 2022 at 12:58 PM

કર્ણાટક(Karnataka): તુમકુરના(Tumakuru) ખેડૂત કેમ્પેગૌડા આર એલને (Kempegowda R L) આખરે મહિન્દ્રા બોલેરો પિકઅપ(Mahindra Bolero Pickup) મળી. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની(Anand Mahindra) પ્રતિક્રિયા અને કંપનીની માફી બાદ ખેડૂત કેમ્પેગૌડાને સન્માન સાથે વાહન પહોંચાડવામાં આવ્યું છે. બોલેરો પીકઅપ મળ્યા બાદ ખેડૂત કેમ્પેગૌડાએ નિવેદન આપ્યું છે.

એક ખાનગી મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું- “તેઓ (મહિન્દ્રા શોરૂમના કર્મચારીઓ) મારા ઘરે આવ્યા અને માફી માંગી. મને બોલેરો પીકઅપ વાહન ખૂબ ગમ્યું. હાલમાં મેં વાહન લોન પર લીધું છે. પ્રારંભિક પેમેન્ટ મેં કરી દીધું છે. શોરૂમમાંથી કહેવામાં આવ્યું હતું કે, શુક્રવારે વાહન તમારા ઘરે પહોચી જશે હું પીકઅપ માટે શોરૂમમાં ગયો હતો. હું આ ગાડીમાં મારા ખેતરમાં ઉગાડવામાં આવતા શાકભાજી અને નાળિયેર લઈ જઈશ.”

જ્યારે આનંદ મહિન્દ્રાએ પ્રતિક્રિયા આપી હતી
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં આ મુદ્દે મહિન્દ્રાના CEO આનંદ મહિન્દ્રાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે- ‘@MahindraRiseનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સમુદાયો અને તમામ હિતધારકોને ઉભા કરવા અને સક્ષમ બનાવવાનો છે. તેમજ વ્યક્તિની ગરિમા જળવાઈ રહે અને જો કોઈ પોલીસીનો ભંગ કરશે તો મામલો ખૂબ જ ઝડપથી ઉકેલવામાં આવશે.

આ પછી Mahindra Automotive એ ટ્વિટર પર એક સત્તાવાર નિવેદન જારી કરીને અસુવિધા માટે ખેડૂત કેમ્પેગૌડાની માફી પણ માંગી હતી. કંપનીએ કહ્યું- “અમારી ડીલરશીપમાં કેમ્પેગૌડા અને તેમના મિત્રોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.”

જાણો શું હતો સમગ્ર મામલો?
હકીકતમાં, તુમાકુરુના ખેડૂત કેમ્પેગૌડા તેના મિત્ર સાથે વાહન ખરીદવા મહિન્દ્રા શોરૂમ ગયા હતા. આરોપ છે કે, આ દરમિયાન એક સેલ્સમેને તેને ‘ગરીબ સમજીને’ તેનું અપમાન કર્યું હતું. સેલ્સમેને તો ત્યાં સુધી કહ્યું કે, 10 લાખ તો છોડો, આના પાસે 10 રૂપિયા પણ નહીં હોય. જવાબમાં ખેડૂત 30 મિનિટમાં 10 લાખ રોકડ લઈને મહિન્દ્રાના શોરૂમ પર પહોંચી ગયો.

જોકે, સેલ્સમેન તાત્કાલિક વાહનની ડિલિવરી ન કરી શકતાં વિવાદ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. હાલમાં, મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન ખેડૂતને પહોંચાડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "મહિન્દ્રાના શોરૂમમાંથી ખેડૂતને ગરીબ સમજીને કાઢી મુકવામાં આવ્યો, તો 30 જ મીનીટમાં ઘરે લઇ આવ્યો નવી BOLERO"

Leave a comment

Your email address will not be published.


*