સારંગપુર કષ્ટભંજન દેવને સાડા 6 કરોડની કિમતના 8 કિલોના સુવર્ણ વાઘા અર્પણ કરાયા- જુઓ તસવીરોમાં

સાળંગપુર ગામનાં શ્રી કષ્ટભંજન દેવની કૃપાથી ભક્તો ઉપર નવલા વરસાદની જેમ વરસી રહી છે. તેમજ જેથી જ દાદા નાં ભક્તો દાદાને પોતાનું જીવન માની રહ્યા…

સાળંગપુર ગામનાં શ્રી કષ્ટભંજન દેવની કૃપાથી ભક્તો ઉપર નવલા વરસાદની જેમ વરસી રહી છે. તેમજ જેથી જ દાદા નાં ભક્તો દાદાને પોતાનું જીવન માની રહ્યા છે. ભક્તો કહ્યું છે કે, “ હનુમાનજી એ અમારું જીવન છે, અને અમારા જીવનનો સાર પણ છે“.

હનુમાનજીને સોનાના વાઘા એ દાદાનાં ભક્તોની ભક્તિ છે, અને સમર્પણ છે. સુવર્ણવાઘા એ કોઈ ખર્ચ નથી આ તો પુણ્ય તેમજ ખુશીની કમાણી છે. “ત્વદીયમસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયતે”

વડતાલનાં પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 જેટલા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ એવાં મહંત પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીનાં આશીર્વાદ દ્વારા તેમજ પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીનાં રૂડા સંકલ્પ દ્વારા આ તૈયાર કરવામાં આવેલ સુવર્ણ વાઘા રૂપી ભક્તિને અર્પણ કરતાં ખુબ જ આનંદની લાગણી અનુભવી છે. સોનાના વાઘાનું સમગ્ર કામ સાળંગપુર મંદિરનાં કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીની દેખરેખ નીચે થયું છે.

સાળંગપુરમાં દિવાળીનાં તહેવાર નિમિત્તે અન્નકૂટ બાદ કષ્ટભંજન દેવને સોના તેમજ હીરાજડિત વાઘા પહેરાવ્યા છે. ભગવાનને પહેરાવેલ આ સોના તેમજ હીરાજડિત વાઘા 8 kg સોનામાંથી તૈયાર થયા છે, આ વાઘાની કિંમત 6.25 કરોડ જેટલા રૂપિયા છે, તેની સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ તેમજ કુંડળમાં રિયલ ડાયમંડ લગાવ્યા છે, તેની કિંમત લગભગ 1 કરોડ જેટલા રૂપિયા છે.

કષ્ટભંજન દેવનાં આ સોનાના વાઘા 8 kg સોનામાંથી તૈયાર થયા છે. આ વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષ જેટલો સમય થયો છે. 22 મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી અને 100 સોનીએ કામ કર્યું છે તેમજ તૈયાર થવામાં લગભગ 1050 જેટલા કલાકનો સમય લાગ્યો છે.

સ્વામિનારાયણ જ્વેલ નામની કંપની પાસે આ સુવર્ણ વાઘા બનાવડાવ્યા છે. સોનાના વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. આ સુવર્ણ વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન તેમજ રિયલ રુબિ જડવામાં આવ્યું છે. એ સિવાય એમાં 3D WORK- બિકાનેરી મીણો- પેન્ટિંગ મીણો- ફિલિગ્રી વર્ક પણ રહેલ છે તેમજ સોરોસ્કી જડવામાં આવેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *