ઉમેદવારનો ઘમંડ તો જુઓ, સન્માનમાં જનતાએ પહેરાવેલા હાર કેવી રીતે તોડીને ફેંક્યા…

Published on: 11:50 am, Thu, 24 November 22

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022) નજીક આવી રહી છે અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં અને પ્રચારમાં લાગી ગયા છે. પછી તે આમ આદમી પાર્ટી(AAP), કોંગ્રેસ(Congress) હોય કે ભાજપ(BJP). ત્યારે આ બધા વચ્ચે સુરત(Surat)ના કતારગામ(Katargam) વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા(Vinu Mordia)ને લઈને એક વિડીયો(Video) સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઇ રહ્યો છે, જે હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણો શું છે આ વિડીયોમાં:
ચુંટણી નજીક આવી રહી છે અને ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા પ્રચાર માટે ઘરે ઘરે પોતાના કાર્યકર્તાઓ સાથે જઈ રહ્યા છે. પરંતુ હાલમાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં વીનું મોરડિયા અકળાયેલા જોવા મળે છે અને તેના ગાળામાં રહેલા હાલ તોડતા અને ફેંકી દેતા સ્પષ્ટ પણે વિડીયોમાં દેખાઈ રહ્યા છે.

ત્યારે આ વાયરલ વિડીયોને લઈને લોકોનું કહેવું છે કે, કોઈ વ્યક્તિ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તેનો જવાબ આપી શક્યા ન હતા, જેને કારણે ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા અકળાય ગયા હતા અને તેના સન્માન કરેલા હાર ગળામાંથી તોડીને જમીન પર નીચે નાખતા નજરે પડ્યા હતા. ત્યારે હવે આ વિડીયો અંગે લોકો પોતાના અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે, કોઈ કહી રહ્યું છે કે; સાહેબનો બાટલો ફાટ્યો તો અન્ય વ્યક્તિ કહી રહ્યા છે કે, અહંકારી નેતાને મારો મત ક્યારેય નહી.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.