દારૂના નશામાં પતિએ પત્ની સાથે જબરદસ્તી કર્યું એવું ગંદુ કામ જે જાણીને તમે કહેશો ફાસીએ ચડાવી દો

Published on: 3:59 pm, Thu, 25 February 21

હાલમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધો વિશે એવા સમાચાર પ્રકાશિત થયા છે. જેમાં નશાની સ્થિતિમાં કોઈ વ્યક્તિ કેટલો હેવન થઈ શકે છે. એક મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો હતો કે, તેની સાથે તેના પતિએ નશાની હાલતમાં તેની સાથે જબરદસ્તી કરી અને મારવા માટે તેને જાડીમાં ફેકી દીધી હતી.

પીડિતાએ જણાવ્યું કે, તેનો પતિ નશો કરી રહ્યો હતો અને તેણે ગયા રવિવારે સાંજે તેણે નિર્દયતાથી માર માર્યો હતો. એટલું જ નહીં, મહિલાએ આરોપ પણ લગાવ્યો હતો કે પતિએ તેના ખાનગી અંગોમાં લોખંડના સળીયા નાખી દીધા હતા. આ પછી તેણે ગળું દબાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પતિને લાગ્યું કે તે મરી ગઈ છે, ત્યારે તેણે તેના મોંમાં કાપડ નાખી અને તેને ગામની બહાર ઝાડીમાં ફેંકી દીધી.

મહિલાનું કહેવું છે કે, જ્યારે બીજા દિવસે તે ભાનમાં આવી ત્યારે તે તેના પિયર પહોંચી હતી અને તેણે પરિવારને તેની પર વીતેલી ઘટના સંભળાવી. પોલીસે ઘાયલ મહિલાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી આરોપી પતિ સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. જેમાં આરોપીની સાળી અને સસરા પણ શામેલ છે. જોકે, મહિલાનો આક્ષેપ છે કે, ફરિયાદ બાદ પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.

તે દરમિયાન પોલીસ વહીવટનું કહેવું છે કે, મહિલાને માર મારવામાં આવ્યો છે. પરંતુ બાકીના આક્ષેપોને પોલીસે પાયાવિહોણા ગણાવી છે. હવે આ કેસની તપાસ કરીને કેસ નોંધવામાં આવી રહ્યો છે. જે પણ તથ્યો જાહેર થશે, તેમના મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના કૌશમ્બીમાં બની હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle