ATMમાંથી પૈસા કાઢતી વખતે રાખો આવી વાતનું ધ્યાન, નહીંતર લાખો રૂપિયાનો ચૂનો લગતા વાર નહિ લાગે

દિવસોમાં ઘણી વખત જાણવા મળતુ હોય છે કે એટીએમ મારફતે લોકોને ચૂનો લગાવવામાં આવી રહ્યો હોય અને એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગાયબ થઈ ગયા હોય. આવી…

દિવસોમાં ઘણી વખત જાણવા મળતુ હોય છે કે એટીએમ મારફતે લોકોને ચૂનો લગાવવામાં આવી રહ્યો હોય અને એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગાયબ થઈ ગયા હોય. આવી ઘટનાઓ રોજ થઈ રહી છે અને આપણે તેનાથી વાકેફ હોવા છતા તેમાં ફસાઈ જઈએ છીએ. જાણો એવી કેટલીક ટીપ્સ વિશે જેનાથી તમે કોઈ આવી ઘટનાથી બચી જશો……

ATM એ આપણી લાઇફને સહેલી કરી દીધી છે આપણે ઇચ્છીએ તો ગમે ત્યારે આપણા એકાઉન્ટમાંથી પૈસા નીકાળી શકીએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી એટીએમ ફ્રોડની ઘટના સામે આવતી રહે છે. જેમાં લોકો બેન્ક એકાઉન્ટથી લાખો રૂપિયા છૂ થઇ જાય છે. આજે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમે આ પ્રકારની ઘટનાથી બચી શકો છો. તો આવો જોઇએ એટીએમથી પૈસા નીકાળતા કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ.

કેમરાને ચેક કરો

એટીએમમાંથી પૈસા નીકાળતા સમયે એક વખત ચારેય તરફ ધ્યાનથી જુઓ કેમેરા તો નથી લગાવ્યા તે સિવાય કાર્ડ અંદર નાખવાની જગ્યાએ કઇ શંકાસ્પદ વસ્તુ જોવાય છે તે સાવધાન થઇ જાય તમારી જાણકારી માટે જણાવી દઇએ કે હેકર્સ આ જગ્યાએ કાર્ડ રીડ કરનારી ચિપ લગાવી દે છે. જેનાથી કાર્ડની જાણકારી લીક થઇ જાય છે.

અન્ય સાથે પિન અને કાર્ડ શેર ન કરો

કેટલીક વખત એવું થાય છે કે કેટલાક લોકો તમારા સંબંધીને પિન અને એટીએમ કાર્ડ પૈસા નીકાળવા માટે આપે છે. એવામાં સમજી લો કે તમે તમારું આખુ બેન્ક એકાઉન્ટ તમારા સંબંધીને આપ્યું છે તેનાથી બચો કારણ કે એવી ઘટનાઓ સામે આવી છે કે પોતાના લોકોએ જ એટીએમમાંથી લાખો રૂપિયા નીકાળી દીધા છે.

પિન નાખતા સમયે ધ્યાન રાખો

જ્યારે પણ એટીએમમાંથી પૈસા નીકાળવા જાઓ છો તો પિન નાખતા સમયે હાથથી જરૂર કવર કરો. જેથી તમારી આસપાસ હોય ન હો કેટલીક વખત હેકર્સ હિડન કેમેરા દ્વારા પિન ચોરી કરી લે છે. સાથે એટીએમ જેટલું નજીક હોય એટલા નજીક ઉભા રહો.

શરીફ દેખાતા માણસોથી દુર રહો

એટીએમ પાસે તમને ઘણીવાર શરીફ દેખાતા માણસો જોવા મળશે. જે ઘણા સ્માર્ટ દખાતા હોય અને એ લોકો જ તમને ચુનો લગાવે છે. આવા લોકો તમારી સાથે ઘણી વાતો કરશે અને તમારા એટીએમમાંથી કાર્ડ રીડર મારફતે પૂરી ડિટેઈલ કાઢી લેશે અને તમને ખબર પણ નહીં પડે.

હાથથી ઢાંકીને પીન નાખો

ATM મશીનમાંથી પૈસા કાઢતા સમયે મશીનમાં પિનકોડ એન્ટર કરતા સમયે નંબર પેડને બીજા હાથથી ઢાંકી રાખો. કારણ કે ક્યારેક એવું બની શકે ચે કે મશીનની કોઈ જગ્યાએ હિડન કેમેરા લાગેલો હોય, જે તમારો પાસકોડ રેકોર્ડ કરી લે. એટલે હંમેશા એક હાથથી નંબર પેડને ઢાંકીને જ પાસવર્ડ નાખો.

જવા પહેલા કેન્સલ બટન જરૂર દબાવો

પૈસા કાઢી લીધા પછી કોઈ પણ ભોગે કેન્સલ બટન દબાવવાનું ન ભુલો. જ્યાં સુધી એટીએમ મશીનની સ્ક્રીન પર વેલકમ લખેલુ ન આવે ત્યાં સુધી બહાર ન જવું.

મોલમાં પાસવર્ડ તમે ખુદ જ એન્ટર કરો

કોઇ મોલ, શોપ કે અન્ય જગ્યાઓએ તમે કાર્ડથી પેમેંટ કરતા હોવ ત્યારે પણ સાવધાન રહેવાની જરૂર છે. જો સ્વાઇપ મશીન તમારાથી દુર રાખવામાં આવી હોય, અને કર્મચારી તમને સ્વાઇપ માટે કાર્ડ માંગે તો તમે મનાઇ કરી દો. હંમેશા તમારા કાર્ડનો ઉપયોગ તમારી સામે જ કરો અને તેનો પાસવર્ડ તમે ખુદ જ એન્ટર કરવાનો આગ્રહ રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *