જાણો નરેન્દ્ર મોદી ક્યાં સુધી વડાપ્રધાનના પદ ઉપર રહેશે? આ પ્રખ્યાત ભવિષ્યવેતાએ કરી ભવિષ્યવાણી

શું નરેન્દ્ર મોદી 2026 સુધી વડાપ્રધાન તરીકે રહેશે? દેખીતી રીતે જ મોદી પ્રશંસકો અને મોદી વિરોધી લોકો આ પ્રશ્નના જવાબ પર જુદા જુદા મંતવ્યો આપી…

શું નરેન્દ્ર મોદી 2026 સુધી વડાપ્રધાન તરીકે રહેશે? દેખીતી રીતે જ મોદી પ્રશંસકો અને મોદી વિરોધી લોકો આ પ્રશ્નના જવાબ પર જુદા જુદા મંતવ્યો આપી રહ્યા છે, પરંતુ નાસ્ત્રેદમસેની આગાહી કંઈક એવું જ કહે છે. લગભગ 450 વર્ષ પહેલાં ફ્રાન્સિસી ભવિષ્યવેત્તા માઇકલ દિ નાસ્ત્રેદમસે આગાહી કરી હતી કે, 2014થી 2026 સુધીમાં એક એવો વ્યક્તિ આવશે જે ભારતને ઊંચા સ્તરે લઈ જશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી બિલકુલ સાચી પડી, કેમ કે ભારતને એક એવા PM 2014માં મળ્યા. જોકે આ ભવિષ્યવાણીમાં વધુ એક વાત જણાવાઈ છે કે, PM નરેન્દ્ર મોદી 2026 સુધી જ વડાપ્રધાન પદ પર રહેશે, તો ચાલો જાણીએ આવું કેમ બનશે?

ભારત દેશમાં બનાવવામાં આવેલ નિયમો અનુસાર, કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બને છે તો તે વ્યક્તિને નિર્ધારિત સમય સુધી વડાપ્રધાન બનવાની તક આપવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ 75 વર્ષ સુધી જ વડાપ્રધાન બની શકે છે. એવામાં અમે તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઊંમર 69 વર્ષની છે, તેથી તેઓ આગામી છ વર્ષમાં આ પદ પરથી નિવૃત્ત થઈ જશે. એવામાં 2026 આવશે અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડશે.

તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નિયમ બનાવાયો છે. જો કોઈપણ પ્રધાનમંત્રી 75 વર્ષથી વધુ ઉંમરના થાય તો તેમણે રાજીનામું આપવું પડે છે. ભવિષ્યવાણીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં એક એવો માણસ સત્તા ઉપર આવશે, જે રાજકારણને હચમચાવી નાખશે. આ આગાહી ફક્ત ‘નરેન્દ્ર મોદી’ તરફ નિર્દેશ કરે છે.

જાણો કોણ નાસ્ત્રેદમસ?
નાસ્ત્રેદમસ 16 મી સદીના (1503–1566) ફ્રાન્સમાં જન્મેલા સદીના પ્રબોધક હતા. નોસ્ટ્રેડેમસ પણ વ્યવસાયે ડોક્ટર અને શિક્ષક હતા. 14 ડિસેમ્બર 1503ના રોજ ફ્રાન્સમાં જન્મેલા નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓને સો છંદોમાં કરી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને આખી દુનિયામાં ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે તેમાંથી લગભગ બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે.

નાસ્ત્રેદમસની કાલગણના અનુસાર, વર્તમાનમાં ધરતી ચંદ્રમાની દ્વિતિય મહાન ચક્ર અવધિમાંથી પસાર થઇ રહી છે, વર્ષ 1889થી શરૂ થઇ છે અને સન 2243માં સમાપ્ત થશે. નાસ્ત્રોદમસના અનુસાર આ અવધિ મનુષ્ય જાતિ રજતયુગની સમાન છે. નાસ્ત્રેદમસએ આ ભવિષ્યવાણીઓ લગભગ 500 વર્ષ પહેલાંની હતી. તેમણે પ્લેગ જેવા રોગોની સારવારમાં નિપુણતા મેળવી હતી. તેમણે તેમની કવિતાઓ દ્વારા ભાવિ પ્રસંગોનું વર્ણન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *