દિલ્હીમાં કેજરીવાલનો સારો નિર્ણય: દુકાનદારનો બનશે ઈ-પાસ, હવે સીધા કમિશનરને કરી શકશો પોલીસની ફરિયાદ

કોરોના વાયરસને કારણે આખા દેશને 21 દિવસો સુધી lockdown કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એલાન બાદ દિલ્હીમાં ઘણા લોકો દુવિધામાં જોવા મળ્યા.લોકોની દુવિધા દૂર…

કોરોના વાયરસને કારણે આખા દેશને 21 દિવસો સુધી lockdown કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એલાન બાદ દિલ્હીમાં ઘણા લોકો દુવિધામાં જોવા મળ્યા.લોકોની દુવિધા દૂર કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના પોલીસ કમિશનરનો નંબર જાહેર કર્યો છે. આ નંબર છે 011-23469536. આના પર તમે પોલીસ તરફથી થતી મુશ્કેલીઓ વિષે કમિશનરને જણાવી શકો છો.

તેની સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈ-પાસ જાહેર કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે અમે જરૂરી સેવાઓ પ્રદાન કરનાર લોકો માટે એક સ્પેશિયલ પાસ જાહેર કરીશું. એવા લોકોને ઈ-પાસ આપવામાં આવશે, જેમને જરૂરી વસ્તુઓ માટે પોતાની દુકાનો અને કારખાનાઓ ખોલવાની જરૂરિયાત છે.

લોકોએ ડરવાની જરૂર નથી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગભરાવાની જરૂર નથી.કાલે પીએમ મોદીના ભાષણ બાદ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ માટે દુકાન ઉપર લાઈન લગાવવાની શરૂ કરી દીધી છે. હું ફરીથી જનતાને અપીલ કરું છું કે તેઓ ગભરાઈને ખરીદી ન કરવા લાગે,હું સૌને વિશ્વાસ અપાવું છું કે જરૂરી ચીજવસ્તુઓમાં કોઈ અછત નહીં આવે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની લેટેસ્ટ અપડેટ માટે અહિયાં ક્લિક કરો

દિલ્હીમાં અત્યાર સુધી 29 કેસ

ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. હાલના તાજા આંકડાઓ અનુસાર દેશની સંખ્યા વધીને 582 થઈ ગઈ છે. તેમાં 41 વિદેશી નાગરિકો શામેલ છે. જ્યારે અત્યાર સુધી 11 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. સારી વાત એ છે કે 46 લોકો સંપૂર્ણ રીતે સાજા થઇ ચુક્યા છે. દિલ્હીમાં કોરોના પીડિતોની સંખ્યા હાલમાં 29 છે, જ્યારે પાંચ લોકો સાજા થઇ ઘરે જઇ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *