તક્ષશીલા અગ્નિકાંડમાં બાળકોના જીવ બચાવનાર આ હીરો માટે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરોએ કરી પહ્મ પુરસ્કાર માટે ભલામણ

Published on: 11:44 am, Sat, 11 September 21

સુરતના તક્ષશિલા આરકેડ, સરથાણા જકાતનાકા ખાતે તારીખ 24/05/2019 ના રોજ અગ્નિ કાંડ થયો જેને વિશ્વભરના મીડિયા, પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ નોંધ લઈને આ ગોજારી ઘટનામાં સાંત્વના પાઠવી હતી. સુરત અને બારડોલીના સાંસદ અને સુરતના 3 ધારાસભ્યોએ તેમજ ગુજરાત વિપક્ષી નેતા અને 42 અલગ અલગ  એનજીઓ તેમજ સુરત 1 પીડિતના પરિવાર, 35 કોર્પોરેટરઓએ  જેમણે બધાએ પદ્મ પુરસ્કાર માટે એક એવા વ્યક્તિ માટે ભલામણ કરી છે ભારતના વડા પ્રધાનને અને ભારતના રાષ્ટ્રપતિને ભલામણ મોકલવામાં આવી છે, જેઓએ આ અગ્નીકાન્ડ માં કેટલાય વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા.

જોત જોતામાં 22 બાળકો હોમાયા હતા અને આ વિદ્યાર્થીઓ પાછળ છોડી ગયા હતા આલાપ કરતા પરિવારજનોને. આ તમામ વચ્ચે સુરતના અમુક એવા વિરલાઓ છે જેઓ ત્યાં ફાયર બ્રિગેડ પહેલા ન પહોચ્યા હોત તો કદાચ આ આંકડો ખુબ મોટો હોત. આજે અમે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જેમણે તે સમયે તત્લ્કાલીક બિલ્ડીંગ પર ચડી જઈને જાનના જોખમે કેટલાય બાળકોને બહાર કાઢીને કાળના મુખમાંથી બચાવ્યા હતા.

બપોરના 3:50 કલાકે આ બિલ્ડીંગમાં આગ શરુ થઇ, બાળકો બુમાબુમ કરી રહ્યા હતા બચવાના રસ્તા શોધતા હતા. પંરતુ બહાર નીકળવાના દરવાજા બ્લોક થઇ ગયા હતા માત્રને માત્ર બારીઓમાંથી નીકળી શકાય એમ હતું, પરંતુ ૪૦ ફૂટ ઊંચાઈએથી નીચે પડવું એટલે સુસાઈડ સમાન હતું. આ સમયે અચાનક એક યુવાન દોડતો દોડતો આવે છે અને પરિસ્થિતિ સમજી જાય છે. અને ઉપર રહેલા બાળકોને નીચે કેમ ઉતારવા તે દિશામાં વિચારવાનું શરુ કર્યું, માત્ર ગણતરીની સેકન્ડ્સમાં જ બાજુમાં રહેલી વીજકંપનીની લાઈન આગની જ્વાળા થી શોર્ટ સર્કિટ ચાલુ થાય છે અને ભયંકર કડાકા ભડાકા થવાના શરુ થઇ ગયા.

મુશ્કેલીઓ ઘટવાને વધવા લાગી, જીવતા કરંટ દોડતી શરુ વીજલાઈનના વાયર લટકી રહ્યા હતા. તેમાંથી એક તાર તૂટે છે અને તક્ષશિલા આરકેડના લાકડાના પગથિયાં વાળા દાદર તથા લોખંડના ગેલવે થાંભલા સાથે અથડાઈ છે અને જબરજસ્ત વિસ્ફોટ ભડાકા સાથે આગ નું સ્વરૂપ વિકરાળ રૂપ ધારણ થવા લાગ્યું. ધૂમાડો અને આગ ફેલાતી ઉપર જવા લાગી અને બાળકો વધુ ગભરાવા લાગ્યા.

બાળકો જીવ બચાવવા બારી તરફ મુખ્ય રોડ પર બચાવો બચાવોની બૂમો ચીસ પાડીને મદદ માગતા હતા  લોકો પણ ગભરાઈ દોડા દોડી કરતા હતા ત્યારેં આ યુવાન પહેલા તો પોલીસ અને ફાયર બ્રિગેડ ને જાણ કરે છે.

અને પોલીસ કે ફાયર બ્રિગેડ આવશે ત્યાં તો ઘણું મોડું થઇ જશે એમ જાણતા આ યુવાને બાજુમાં જ બસો નું પાર્કિંગ હતું ત્યાં દોડી ગયો બસ ના ડ્રાઇવરો પાસેથી દોરડું તેમજ નાની સીડી માટેની વ્યવસ્થા કરી પણ ત્યાં સુધીમાં પાંચ સાત મિનીટ વીતી ગઈ હતી. આગ લાગવાની દસ મિનિટ જેટલો સમય પસાર થતા આગનું સ્વરૂપ પ્રથમ માળ થી લઈ ચોથા માળ સુધી દાદરના ભાગમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતું. દોરડા સાથે ઉપર જવું અશક્ય થઈ ગયું.

બચાવ કામગીરી માટે ઉપર જવા કોઈપણ રસ્તો નહોતો માટે બાજુમાં આવેલી ડ્રીમલેન્ડ નામની બિલ્ડીંગનીસાઈડ માં એક તક્ષશિલા ઈમારતની બીજા માળની બારી ની સાઈડ માં તે નીકળવાનો માત્ર એક જ રસ્તો હતો એ સમયમાં બસ પાર્કિંગ વાળા સીડી લઈને આવે છે તે સીડીને બીજા માળની બારી સાથે લગાવીને આ યુવાન અને અન્ય ચાર થી પાંચ યુવાનો ત્યાં સીડી લગાવી  ત્યાંથી પંદર થી સત્તર જેટલા બાળકો ને નીચે ઊતારે છે એટલામાં 20થી 25 મિનિટ જેટલો સમય વીતી જાય છે.

આટલો સમય વીતી ગયા બાદ હવે ફાયર બ્રિગેડની ગાડીનું સાયરન સંભળાય છે. અવાજ આવતાની સાથે આ યુવાન ઉપરથી જ ફાયર બ્રિગેડને તેમની સીડી લગાવવા માટે જાણ કરે છે. ફાયરના ઓફિસર ફાયરની ગાડી માંથી સીડી ઉતારે છે તે સીડીમાં અલગ-અલગ પ્રકારના વાળા બંધાયેલા તેને ખોલવા માટે વિલંબ થાય છે. ફરીથી દસ મિનિટ જેટલો સમય પસાર થાય છે એ પણ સીડી માત્ર બે માળ સુધીની છે.

ઉપર ચોથા માળેથી બાળકોનું કાળો કલ્પાંત બચાવો નો અવાજ સંભળાય છે કાળો ધુમાડો કોઈની પાસે કોઈ વિકલ્પ ન હોય એવી પોઝિશન બનીને ઉભી હતી. ફાયર ઓફિસર કોઈપણ નિર્ણય લઈ શકતા નથી. તેમજ અપૂરતા સંસાધનો અને અપૂરતા સ્ટાફને કારણે ફાયર વિભાગ પણ લાચાર છે. આગ જોઇને સીડીથી ઉપર એક પણ ફાયરમેન ચઢવા તૈયાર થતો નથી.

બાળકો ઉપર રહીને ચીસાચીસ કરી રહ્યા છે, વધુ વિચાર્યા વગર આ યુવાન તરતજ બાજુમાં લોખંડના દાદર પાસે 10 થી 12 કિલોનો પથ્થર લઈને સીડીથી ઉપર ચઢે છે, કાચ ફોડવા માટેના પ્રયત્ન કરે છે પણ આ પ્રયાસો સાફા થતા નથી. ચોથા માળેથી પાટીયા તેમજ લોખંડના બોર્ડ બેનરો ઉપરથી પડી રહ્યા છે.

ઉપર રહેલા બાળકો પોતાનો સંયમ ખોઈને ઉપરથી કુદવાનું શરુ કરે છે. ત્યારે બિલ્ડીંગ ની બહાર લટકેલા આ યુવાને આ બાળકોને ઝીલવા પ્રયત્ન કરે છે, ફાયરની અન્ય ત્રણથી ચાર ગાડીઓ આવે તે પહેલાં ઘણા બાળકો જીવ બચાવવા મોતના ભૂસકાં મારી ચૂક્યા હતા. ત્યારબાદ ઉપરની સાઈડ કોઈ વ્યક્તિ ત્રીજા માળે પાળી પર લટકી રહ્યા હતા તેમજ બે યુવતીઓ તેમની સાથે લટકી રહી હતી. તેમને નીચે ઉતારવા માટે ફાયર વિભાગની સીડી લગાવી રહી હતી, સંયમ ન ખૂટે અને નીચે આ યુવાન અને યુવતીઓ ન કુદે તે માટે લટકી રહેલા વ્યક્તિને ઉપરથી કુદતો નહીં એવી બૂમો પાડી સમજાવી રહ્યાં હતાં, આ વખતે આ યુવાન અને તેના અન્ય મિત્રો સીડી લગાવી સહી સલામત નીચે ઉતારવા ઉપરની તરફ જવાનો પ્રયાસ કરે છે. અને બીજા કેટલાક વિદ્યાર્થીઓને જીવના જોખમે બચાવે છે.

આ દોડાદોડી બાદ કેતન સોજીત્રા (Ketan Sojitra) નામના આ યુવાન ને કદાચ કોઈએ ભુલાવી દીધો પણ આ ઘટનાના વિડીયો વાઈરલ થયા બાદ જીવના જોખમે કેટલીય જિંદગીઓ બચી હતી. આ યુવાનનો વિડીયો વાઈરલ થયા બાદ શહેરી જનોએ આ નોંધ લઈને હવે આ યુવાનને ભારતના રાષ્ટ્રપતિના હશે તેમના કાર્યને બિરદાવવા એવોર્ડ અપાયતેવી માંગ કરવમાં આવી રહી છે.

આ ઘટના બાદ રાજ્ય સરકાર સુરત તરફ દોડી આવી હતી, સહાયની જાહેરાતો થઇ પણ “આગની જ્વાળા બુઝાઈ ગઈ, આંસુઓનો સાગર ઘુઘવાટા મારે છે” એક પણ બેજવાબદાર ને છોડવામાં નહીં આવે એવા વચનો વચ્ચે હજુ મોટા ભાગના દોષિતો જેલમાં છે. અદાલતમાં કેસ ચાલી રહ્યા છે ત્યારે દુઃખદ શરમજનક એ પણ છે કે કેટલાક આરોપીઓને પુનઃ નોકરીએ સ્થાપિત કરાયા છે. અને જામીન અરજી ઉપર અરજીઓ કરે છે.

આ એક એવી ઘટના છે, 22 બાળકો હોમાયા હતા. સદોષ માનવ હત્યાઓ થઇ હતી. ભ્રષ્ટાચાર, લાગવગ, ભલામણ, ફર્જી દસ્તાવેજો, અવૈધ વ્યયવહાર, બેદરકારી, કૈં કૈં કેટલીય ગંભીર અણ આવડત, અપૂરતી સુવિધાઓ, ઉણપોના સરવાળે પરીણામે 22- 22 જીંદગીઓ તબાહ થઇ હતી.